Friday, March 29, 2024
Homeબિઝનેસવિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવમાં ઝડપી જોવા મળે છે

વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવમાં ઝડપી જોવા મળે છે

- Advertisement -

મુંબઈ : મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે નનવા વેપારો  પાંખા હતા.  દિવાળીના તહેવારો નજીક આવ્યા હોવા છતાં  બજારમાં નવી માગ ધીમી રહેતાંબજારના જાણકારો  આશ્ચર્ય બતાવી રહ્યા હતા.   કપાસિયા તેલના  ભાવ મથકો પાછળ ગબડતા રહ્યા હતા.   કપાસિયા તેલ ઘટી  નુંબઈ હજાર બજારમાં આજે  ૧૦ કિલોના રૂ.૧૩૪૫ રહ્યું હતું જ્યારે  સિંગતેલના ભાવ રૂ.૧૪૨૦ વાળા  રૂ.૧૪૩૦ રહ્યા હતા.

સૌરાષ્ટ્ર બાજુ કોટન વોશ્ડ ઘટી રૂ.૧૨૬૫થી ૧૨૭૦ રહ્યું હતું.  જ્યારે સિંગેતલના ભાવ મથકોએ  રૂ.૧૩૭૫થી   ૧૪૦૦ તથા  ૧૫ કિલોના રૂ.૨૨૦૦થી ૨૨૩૦  રહ્યા હતા.   અમેરિકામાં  સોયાતેલના ભાવ આજે  સાંજે પ્રોજેકશનમાં  ૮૦થી ૮૧  પોઈન્ટ પ્લસમાં   રહ્યા હતા.

વિશ્વ બજારમાં લ પામતેલ પણ ઉછળ્યું છે. જોકે મુંબઈ બજારમાં આજે  પામતેલના ભાવ ઘટી  રૂ.૧૨૦૦ની  અંદર ઉતરી  રૂ.૧૧૯૮ રહ્યા હતા.   ક્રૂડ પામ ઓઈલ સીપીઅ કંડલાના  ભાવ રૂ.૧૧૪૫  બોલાતા હતા.   વાયદા બજારમાં જો કે  સીપીઓના ભાવ વધી  રૂ.૧૧૨૮ તથા સોયાતેલ વાયદાના વધી  રૂ.૧૨૬૪ રહ્યા હતા.  સોયાબીન   વાયદો રૂ.૬૫થી ૭૦ વધ્યો હતો જ્યારે એરંડા વાયદો  રૂ.૧૫થી ૧૬ નરમ રહ્યો હતો.

દરમિયાન મલેશિયા ખાતે  આજે પામતેલના ભાવ વાયદામાં  ઉછળી  ૧૨૬, ૧૧૫ તથા ૨૪ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.  જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ  પાંટચ ડોલર વધ્યા હતા.સોયાબીનની આવકો  આજે મધ્ય-પ્રદેશ ખાતે ૩ લાખ ૪૦ હજાર ગુણી  જ્યારે ઓલ ઈન્ડિયા આવકો  ૭ લાખ ૧૦ હજાર ગુણી આવી હતી.  મધ્ય પ્રદેશ ખાતે ભાવ રૂ.૫૦૦૦થી ૫૫૦૦ રહ્યા હતા.

આર્જેન્ટીના તરફ સોયાબીનના વાવેતરમાં  પ્રાથમિક  તબક્કે ઘટાડો  નોંધાયો છે.  તથા  આવા ઘટાડામાં  ૧૫ વર્ષનો રેકોર્ડ  તૂટયો છે.   નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીના  ભાવ સનફલાવરના રૂ.૧૨૪૦થી  ૧૨૫૦ રહ્યા હતા.  જ્યારે કંડલા ખાતે  સભાવ સોયાતેલના  રૂ.૧૨૧૦ રહ્યા હતા.   ચેન્નાઈ ખાતે સનફલાવરના ભાવ રૂ.૧૨૩૦થી ૧૨૪૦ રહ્યા હતા.   મલેશિયામાં  પામતેલના ભાવ સતત બે મહિનાથી  ઉંચા જતા  જોવા મલ્યા  છે.

ટાઈટ  સપ્લાયના  પગલે ત્યાં ભાવ ઉંચા ગયા છે.  દરમિયાન અમેરિકાના કૃષી બજારમાં  ઓવરનાઈટ ટ્રેડમાં  કોટનના ભાવ ૩૨૧ પોઈન્ટ  ઉછળ્યા હતા જ્યારે  સોયાબીનના  ભાવ ૫૪ પોઈન્ટ  તૂટયા હતા. સોયાતેલના ભાવ પણ ત્યાં ઓવરનાઈટ ૫૫ પોઈન્ટ નરમ રહ્યા હતા.

દરમિયાન મુંબઈ હાજર બજારમાં આજે  સોયાતેલના ભાવ ડિગમના રૂ.૧૨૫૫ તથા રિફા.ના રૂ.૧૩૦૦ રહ્યા હતા  જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૨૫૦ તથા રિફા.ના રૂ.૧૩૩૫ બોલાતા હતા.   મસ્ટર્ડના  ભાવ રૂ.૧૭૫૦ તથા રિફા.ના  રૂ.૧૭૮૦ રહ્યા હતા.  દિવેલના ભાવ આજે રૂ.૬ વધ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ   કિવ.ના  રૂ.૩૦ વધ્યા  હતા. મુંબઈ ખોળ બજારમાં આજે  સોયાખોળના ભાવ ટનના રૂ.૧૦૦૦ વધ્યા હતા.  જ્યારે અન્ય ખોળો શાંત હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular