Saturday, September 25, 2021
Homeવડાપ્રધાન એ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ કર્યો
Array

વડાપ્રધાન એ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ કર્યો

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ કર્યો હતો. જેમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછ્યું હતું.

આ યોજનાનો હેતુ દેશમાં એકપણ ગરીબ ભૂખ્યા ન સૂવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનો વિકાસ નવી ઉંચાઇએ પહોંચ્યો છે. આજે ગુજરાતના લાખો પરિવારને પીએમ ગરીબ મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. આ યોજના એક વર્ષથી ચાલી રહી છે. જેથી આ દેશનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે. ગરીબના મનમાં પણ તેનાથી વિશ્વાસ ઉભો થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના લાભાર્થી સાથે વાત કરતા નવી રેલવે સેવા અંગે અને વડનગરના વિકાસ અંગે વાતો કરી હતી. રેલવેમાં લાભાર્થીએ યાત્રા કરી છે કે નહીં, કેવો અનુભવ રહ્યો એ અંગે પૂછ્યું હતું. તેમણે દાહોદના દિવ્યાંગ લાભાર્થી વર્ષાબેન ભુરિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવામાં કોઇ સમસ્યા આવે છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. દિવ્યાંગ સહાય તેમને મળે છે કે નહીં તે અંગે પણ પૂછ્યું હતું.

વડાપ્રધાને રાજકોટના લાભાર્થી સાથે વાત કરી હતી અને અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મળી રહે છે. આ યોજનાનો લાભ લેવામાં કોઇ તક્લીફ પડી છે કે નહીં. જેમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં આ યોજના હેઠળ અનાજ મળવાથી ઘણી રાહત છે. નરેન્દ્ર મોદીએ આ તકે પોતે પહેલીવાર ધારાસભ્ય બન્યા તેને યાદ કરીને રાજકોટની જનતાનો આભાર માન્યો હતો.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના 17 હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments