વડાપ્રધાને કહ્યું- કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કોઈ વચેટિયા વગર 1600 કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે.ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડુતોને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને તે મળતું ન હતું. અમારી સરકારેઆ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડુતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડુતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે.

‘નવા કૃષિ કાયદાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે’
સમય આપણી રાહ જોતો નથી. ઝડપથી બદલાતા માહોલમાં ભારતનાં ખેડુતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. 25-30 વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતુ, તે હવે થઈ રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલા લીધા છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદાઓ રાતોરાત આવ્યા ન હતા. 20-22 વર્ષ સુધી દેશ અને રાજ્યોની સરકારો, ખેડૂત સંગઠનોએ તેની ચર્ચા કરી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સુધારાની માંગ કરતાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here