વડાપ્રધાન આજે આગ્રા મેટ્રો પરિયોજનાનું વીડિયોથી કરશે ઉદ્ઘાટન

0
5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બર એટલે આજે આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે. આગરાના 15 બટાલિયન પીએસી પરેડ મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદિપસિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.

આગરા મેટ્રો પરિયોજનામાં 2 કોરિડોર છે, જેની લંબાઇ 29.4 કિમી છે. આ કોરિડોર તાજ મહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા જેવા મુખ્ય પર્યટક સ્થળોને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો સાથે જોડે છે.

આ પરિયોજનાથી આગ્રા શહેરની 26 લાખ વસ્તીને લાભ થશે અને દર વર્ષે આગ્રા આવનાર 60 લાખથી વધુ પર્યટકોની જરૂરીયાત પૂરી થશે. આ પરિયોજના ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણના અનુકૂળ એક માસ રેપિડ ટ્રાન્જિટ સિસ્ટમ પ્રદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here