વડાપ્રધાન 14 દિવસની અંદર બીજી વખત તામિલનાડુની મુલાકાત લેશે

0
4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 દિવસની અંદર આજે બીજી વખત તામિલનાડુની મુલાકાત લેશે. મોદી પુડુચેરીની પણ મુલાકાત લેશે, જ્યાં ત્રણ દિવસ પહેલાં જ કોંગ્રેસે પોતાની સરકાર ગુમાવી દીધી છે. વિધાનસભાની ચૂંટણી આ પહેલાં, તામિલનાડુમાં ભાજપનું ધ્યાન એસસી-એસટી અને લઘુમતી સમુદાયો પર પકડ બનાવવાનું છે, જે એની વસતિના 30% છે. આ સિવાય ભાજપ ઉત્તર ભારતીય પાર્ટી હોવાની છબિને પણ તોડવા માગે છે.

તામિલનાડુમાં મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને સ્ટાર પ્રચારકોએ ડઝનેક કાર્યક્રમો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી રેલીમાં તામિલનાડુમાં નીચલી જાતિઓ માટે લોકસભામાં રજૂ કરાયેલા બિલ પર બોલી શકે છે. આ બિલ દ્વારા રાજ્યની 7 અનુસૂચિત જાતિઓને એક નામ દેવેન્દ્રકુલા વેલારર્સ તરીકે રહેવાનો રસ્તો ખોલશે. આ સમુદાયોની લાંબા સમયથી આ માગ રહી છે.

તામિલનાડુમાં ભાજપના ગેમપ્લેન પર એક્સપર્ટના 3 પોઈન્ટ

રાજકીય વિશ્લેષકો બિલ અને વારંવારની મુલાકાતોને ભાજપના મોટા પ્રયત્નો તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના દ્વારા તે તામિલનાડુના નીચલા વર્ગના મતોને પોતાની તરફ લાવવા માગે છે. ભાજપ પશ્ચિમ તામિલનાડુના ગાઉંડર્સ, મદુરાઇ, દક્ષિણ તામિલનાડુના થેવર સમુદાય, ઉત્તર તામિલનાડુના વાણિયાર્સ અને નાડર્સ સમુદાયને પણ તેની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પાર્ટી પોતાના તે વિરોધીઓને પણ સંદેશ આપી રહી છે, જે કહે છે કે ભાજપ ઉત્તર ભારતની પાર્ટી છે. ભાજપની બીજી મોટી વ્યૂહરચના પોતાને તમિળ સમર્થક તરીકે બતાવવાની છે.

ભાજપની સામે બીજો મોટો પડકાર ઉત્તર સામે દક્ષિણ અથવા હિન્દી સામે તમિળની લડાઈ લડવાનો છે. આ જ કારણ છે કે પોતાના કાર્યક્રમોમાં મોદી સહિત કેન્દ્રીય નેતા તમિળ ભાષાની સમૃદ્ધિ પર વાત કરે છે અને અહીંના કવિઓનો ઉલ્લેખ કરે છે.

તામિલનાડુ અને પુડુચેરીમાં મોદીનો કાર્યક્રમ

  1. વડાપ્રધાન મોદી ગુરુવારે તામિલનાડુના કોઇમ્બતૂરમાં 12,400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે. ન્યેવેલીનો પાવર પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ દ્વારા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીને પણ લાભ થશે. મોદી વીઓ ચિદમ્બરનાર બંદર પર ગ્રિડથી જોડાયેલા પાંચ મેગાવાટ સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે.
  2. પુડુચેરીમાં વડાપ્રધાન મોદી સતનાથપુરમ-નાગાપટ્ટીનમ માર્ગનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ અનેક પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે

તામિલનાડુ અને પુડુચેરીમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પુડુચેરીમાં કોંગ્રેસ સરકાર પડ્યા બાદ ભાજપ પોતાની રાજનીતિક જમીન મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યો છે. તામિલનાડુમાં ભાજપ અન્નદ્રમુક સાથે મળીને ચૂંટણી મેદાનમાં છે, જ્યાં તેનો સામનો દ્રમુક અને કોંગ્રેસના ગઠબંધન સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here