તડકાના કારણે થઇ રહી છે ટેનિંગની સમસ્યા તો રસોડામાં પડેલી આ વસ્તુ છે ખાસ.

0
6

ઉનાળાની ઋતુમાં તડકો, ધૂળ અને માટીના પ્રદૂષણને કારણે ચહેરાની નીરસતા જોવા મળે છે. ચહેરા, હાથ અને પગ પર ટેનિંગ ની સમસ્યા પણ થઇ જાય છે. જેને દૂર કરવા માટે તમે બ્યુટી પાર્લરના ધક્કા ખાવા પડે છે. પરંતુ આ ટેનિંગ દૂર કરવા માટે તમે ઘરમાં પડેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો આજે અમે તમને જણાવીશું કે ભોજનનો સ્વાદ વધારનારું જીરૂ કેવી રીતે તમારી ત્વચામાં ચમક લાવી શકે છે.

જીરૂ દરેક ઘરના રસોડામાં હોય છે. ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે જીરું બરાબર પીસીને ગુલાબજળ અને દહીંમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને હાથ અને પગ અને ચહેરા પર દસ મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી સાફ કરો. આ ઉપાયથી થોડા દિવસો ફરક પાડશે.

ઉનાળાની ઋતુમાં ચહેરો ખરાબ દેખાવા લાગ્યો છે અને ચમક ઓછી થઇ ગઇ છે તો જીરૂના પાવડરમાં હળદર પાવડર અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો જ્યારે તે સૂકાઈ જાય છે, તેને ધોઈ લો. આ ફેસ પેકથી ચહેરાની ચમક વધી જશે.

એટલું જ નહીં, વધતી ઉંમર સાથે ચહેરા પર ફાઇન લાઇન અને કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જીરૂ પાવડર અને અઠવાડિયામાં બે વાર કાચા દૂધમાં જીરું પાવડર નાખીને ચહેરા પર લગાવવાથી તેની અસર થોડા દિવસોમાં દેખાવા લાગે છે.

જો તમને તમારા ચહેરા પર પાર્લર જેવી ચમક જોઇએ છે તો પછી જીરુંનો સ્ક્રબ બનાવો અને તેને લગાવો. આ માટે, બે ચમચી જીરું, એક ચમચી ખાંડ, એક ચમચી મધ, એક ચમચી બદામનું તેલ, ત્રણથી ચાર ટીપાં ચા ટી ટ્રી ઓઇલ લો હવે આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરા પરની બધી ગંદકી દૂર થાય છે. અને ત્વચામાં ચમક આવી જાય છે. જ્યારે ટી ટ્રી ઓઇલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ ઉપયોગી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here