EPFOએ ન ઘટાડ્યો PFનો વ્યાજદર : 2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર મળશે 8.5% વ્યાજ.

0
3

દેશના 6 કરોડ EPFO સબ્સક્રાઇબર્સ માટે મોટા રાહતના સમચાર છે. નાણાકીય વર્ષ 2020-21 માટે PF ના વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. EPFO ની સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ્રીઝ (CBT) ની બેઠકમાં આ નિર્ણય થયો છે.

PF પર મળતું રહેશે 8.5 ટકા વ્યાજ

બોર્ડે નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદરને 8.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020માં EPFO ની કમાણી પર ખરાબ અસર પડી છે. ગત વર્ષે માર્ચમાં EPFO એ નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડેંટ ફંડ પર વ્યાજદરને ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. બોર્ડે પહેલાં પણ એમ કહ્યું હતું કે તે પોતાના સબ્સક્રાઇબર્સને 8.5 ટકા વ્યાજ 31 માર્ચ 2020 સુધી બે હપ્તામાં આપશે. 8.15 ટકા ડેટ ઇનવેસ્ટમેંટથી વધુ 0.35 ટકા ઇક્વિટી રોકાણથી.

ઉલ્લેખનીય છે કે, બેઠક પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આ વર્ષે સરકાર પીએફ પર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટના કારણે આ વર્ષે સરકાર નોકરીયાત વર્ગને આંચકો આપી શકે છે, પરંતુ સરકારે વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here