સાબરકાંઠા : પ્રાંતિજ બજાર ફરી ધમધમી ઉઠયું

0
36

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોક ડાઉન- ૪ ની જાહેરાત બાદ પ્રાંતિજ વિસ્તારમાં આવેલ બજારો ફરી ધમધમી ઉઠયા હતાં. પરંતુ ગણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક નો અભાવ જોવા મલ્યો હતો.

બજાર ખુલતાં લોકોની અવરજવર વધી.
પાન મસાલા, સલૂન સહિતની દુકાનો ખુલી.

વિઝન

પ્રાંતિજ ખાતે લોક ડાઉન- ૪ની જાહેરાત થતા બજારમાં આવેલ તમામ દુકાનોના શટલો ખુલી ગયા છે. પાન મસાલા, સલૂન, નાસ્તા અને ફરસાણની દુકાનો સહિત સંપુર્ણપણે બંધ રહેતું બજાર ખુલતા બજારમાં ગ્રાહકોની ભીડ પણ જોવા મળી હતી તો બજારમાં આવતા ગ્રાહકો તથા કેટલાક વેપારી સહિત લોકો માં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક નો અભાવ પણ જોવા મળ્થો હતો. હેર સલુન માં રજીસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે જેમાં આવતાં ગ્રાહકો સહિતના નંબર પણ લખવામાં આવે છે. તો પ્રાંતિજ બજારમાં નો વ્હીકલ ઝોન ને પણ ખુલ્લો મુકાતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી તો હાલતો બજારમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક નો ઉપયોગ બજારમાં આવતા ગ્રાહકો વેપારીઓમાં નિયમોનું પાલન નહી કરે તો આવનારા દિવસ મા કોરોનાનું સંક્રમણ વધશે તેમાં કોઈ મનમેદ નથી.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here