પ્રાંતિજ : પોલીસ દ્વારા પ્રાંતિજ બજાર માં ડ્રાઇ કરવામાં આવી.

0
8

સાબરકાંઠા : પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પી.આઇ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રાંતિજ બજાર માં ડ્રાઇ કરી વેપારીઓ તથા બજારમાં આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવ્યું તથા વેપારીઓને ફરજીયાત માસ્ક પહેરવા સુચના આપવામાં આવી. નો વ્હીકલ ઝોનમાં પ્રવેશ કરતા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

પી.આઇ સહિત પોલીસ દ્વારા પ્રાંતિજ બજારમાં ડ્રાઇ કરવામાં આવી.
વેપારીઓને ફરજીયાત માસ્ક પહેરવા સુચના કરી.
બજાર આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું.
નો વ્હીકલ ઝોનમાં પ્રવેશ કરલે વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી.

વિઝન

 

હાલ કોરોના જેવી મહામારીએ વિશ્વ સહિત ભારત ભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારીથી બચવા સરકાર દ્વારા હાલ આ મહામારીને રોકવા લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉન વચ્ચે જીવનજરૂરી ની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે પ્રાંતિજ બજારમાં તંત્ર દ્વારા છુટછાટ આપવામાં આવી છે. તો બજાર વિસ્તારમાં વધુ ભીડભાડ ના થાય તે હેતુથી નાયબ કલેક્ટર સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ સોનલબા પઢેરીયા દ્રારા નિર્ણય લઇ પ્રતિજ બજાર વિસ્તાર ને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અને તંત્ર દ્વારા વ્હીકલ માટે અલગ પાર્કિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તો આજે પ્રાંતિજ પી.આઇ દ્વારા પ્રાંતિજ બજાર વિસ્તારમાં ડ્રાઈ કરવામાં આવી હતી.

 

 

જેમાં પ્રાંતિજ પી.આઇ એ બજારના વેપારીઓને માસ્ક પહેરવા તથા દુકાને આવતા ગ્રાહકોને પણ માસ્ક પહેરવા જણાવ્યું હતું. બજાર માં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે બજાર માં આવતા જતા લોકો ને સોશિયલ ડિન્સ્ટનસનું પણ લોકો ને પાલન કરવા જણાવ્યું હતું. પ્રાંતિજ બજાર વિસ્તાર ને હાલ ભાખરીયા બસ સ્ટેશન થી વ્હોરવાડ બજાર વિસ્તાર સ્ટેટબેંક સુધી નો મુખ્ય માર્ગ નો વ્હીકલ ઝોન જાહેર કર્યો હોવા છતાં ડ્રાઈ દરમ્યાન કેટલાક વાહનો ચાલકો વાહન લઇને બજારમાં આવતાં સામે મળતા તેઓની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં હતી. પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી વ્હોરવાડ બજાર ચોક સુધી પોલીસ ડ્રાઈ કરવામાં આવી હતી અને બજાર ના વેપારીઓને ગ્રાહકો તથા બજારમાં આવતા લોકોને માસ્ક ફરજીયાત પહેરવા તથા સોશીયલ ડિન્સ્ટન્સ જણાવવા સહિતનું માર્ગ દર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here