અમદાવાદ : કાલુપુર પોલીસ સ્ટેશનના PSI પણ પોઝિટિવ,

0
6

અમદાવાદ. શહેરમાં આજ 45 જેટલા કેસો સામે આવ્યા છે જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનના PSI પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.ન્યુ સી.જી રોડ ઉપર આવેલા કીર્તન બંગલોમાં રહેતા અને એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.આકાશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સાથે જ તેમના પરિવારને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. ચાંદખેડાના જ વ્રજ પાસે આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા પીએસઆઈ જેઓ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવે છે તેમને પણ પોઝિટિવ કેસ સામે આવતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ પીએસઆઈના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોનાનો પહેલો દર્દી 35 દિવસથી હજુ પણ હોસ્પિટલમાં દાખલ, ચેપ હજુ દૂર થયો નથીઃ વિજય નહેરા

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છેકે, કોરોનાને લગતી ઘણી માન્યતાઓ ખોટી સાબિત થઇ રહી છે. મનુષ્યોમાં ફેલાયેલો કોરોના વાઇરસ પડકારજનક છે અને તેની દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. કોરોનાનો પહેલો દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી. તેમણે ઉમેર્યું છેકે, સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધાયા છે,  સર્વેના કારણે 2 લાખ કેસો ઓછા કર્યા છે.

મેયર બિજલ પટેલે જનતાને ઘરમાં રહેવા અપીલ કરી

ગુલબાઈ ટેકરા વિસ્તારમા સવારથી લોકો સુધી દૂધ કે શાકભાજી સહિતની વસ્તુઓ હજી સુધી ન પહોંચતા લોકો ઘરની બહાર નીકળી ગયા છે. ટેકરાના સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. Dymc તેમજ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમિતકુમાર વિશ્વકર્મા અને ડીસીપી પ્રવીણ મલ સહિતના અધિકારીઓ ગુલબાઈ ટેકરા પહોંચ્યા છે. ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારના લોકોને મેયર બિજલ પટેલે જનતાને ઘરમાં રહેવા અને કોર્પોરેશનની ટીમને સહકાર આપવા અપીલ કરી છે.

ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો

કોરોના વાઇરસના 6થી વધુ પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા ગુલબાઇ ટેકરાના સ્લમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ  હોબાળો કર્યો છે. ક્વોરન્ટીન કરવા લગાવાયેલા પતરા અને બેરીકેટ તોડી નાખ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી જેના કારણે તેઓને તકલીફ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હાલ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે. મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે.

વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર અને નર્સના આજે નવા પાંચ કેસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભારે ગભરાહટનો માહોલ છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હતો.ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે  એલ જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રીપોર્ટ આવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here