Tuesday, September 21, 2021
Homeઅરવલ્લી : મોડાસામાં આપવામાં આવેલ જનતાકરફ્યુ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો.
Array

અરવલ્લી : મોડાસામાં આપવામાં આવેલ જનતાકરફ્યુ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો.

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો શહેર સહિત, જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું તેને જોતા મોડાસા નગરપાલિકા અને સ્થાનિક વેપારી એસોસિયેશન એ શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી જનતાકરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે તેનો મોડાસામાં મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો.

શનિવારે સાંજે 6 વાગ્યા પછી અને રવિવારે સવારે પણ દુકાનો ખુલ્લી જોવા મળી હતી..તો લોકોની અવરજવર પણ જોવા મળી હતી. હાલમાં કોરોનાના કેસોમાં અજગરી ભરડો થઈ રહ્યો છે. જે રીતે ગતવર્ષે કોરોનાના કારણે લગાવેલ લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. સાથે જ લોકો ને જીવનનિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું હતું. જેની સામે ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો વધતા ગુજરાત સરકાર લોકોને આર્થિક ફટકો ન પડે તે માટે સંપૂર્ણ લોકડાઉન નથી લાગુ કરી રહી. કોરોનાની હાલની સ્થિતિ જોતા ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરતા 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લાગુ કર્યું છે. જેનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરવાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક રીતે જાહેર કરાતા જનતકરફ્યુમાં લોકોનો મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો. ત્યારે લોકો કોરોનાની ઘાતક લહેરથી જાગૃત થઈ કામ વગર બહાર ન નીકળે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments