દહેગામ : કોરોના વાયરસથી બચવા માટે જનતા હવે ખુદ જાગૃત, રસ્તાઓ કરવામાં આવી રહ્યા છે બંધ.

0
162

 

દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા
મોટા વાહનો પસાર ન થાય અને બહારના લોકો ઘરમાં પ્રવેશ ન કરે તેના માટેની આ કામગીરી શરૂ
રસ્તાઓ વચ્ચે ઝાડ નાખીને રસ્તાઓ બંધ કર્યા
વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને ગામડાઓ પણ જાગૃત થવા લાગ્યા

 

 

ગાંધીનગર : દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં દહેગામ તાલુકાના હરસોલી વટવા અમરાભાઈ ના મુવાડા કડાદરા મોટા જલુન્દ્રા અને દહેગામ શહેર ની સોસાયટીઓમાં પણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કારણકે ગામમાં કોઈ પ્રવેશી ન જાય તેના માટે હવે ગ્રામ્ય વિસ્તારની જનતા પણ જાગૃત બની હોય તેવું દેખાઇ રહી છે. દહેગામ તાલુકામાં 10 જેટલા કેસો પોઝિટિવ આવતા તાલુકામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે તેને અનુસરીને હવે ગામડાઓને પણ જાગવાની જરૂર છે અને મનુષ્ય પોતાની જવાબદારી સમજીને જાગૃત બનવાની જરૂર વર્તાઈ રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here