પ્રાંતિજ : દેશના વડાપ્રધાનના આહવાનનું જનતાનું સમર્થન.

0
6
હાલ કોરોના  વાઇરસ ને લઇને દેશ સહિત વિદેશોમાં મહામારી ફેલાઇ છે જેને લઈને દેશ સહિત ગુજરાત ભરમાં દેશ ના વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસ ના લોક ડાઉન દરમ્યાન કોરો ના ને ભગાડવા અને દેશ વાસીઓનુ મનોબળ વધારવા પ્રકાશ પર્વ ને પ્રગટાવવા માટે દેશ ના લોકો ને આહવાન કરવામાં આવ્યું હતું.
એક દીપ દેશ ના નામે પ્રગટાવ્યો.
રાત્રીના સમયે નવના ટકોરે ધરોની લાઇટો બંધ કરી કર્યા દીવા.
ધરમાં રહીને ધાબાં ઉપર જઇને મીનબત્તી, ટોર્ચ, મોબાઈલની ફેલસ લાઇટો કરી.
મંત્રોચ્ચાર, જયશ્રી રામ, જયશ્રી હનુમાનના નારા અને પ્રકાશ પર્વથી વાતાવરણ શુધ્ધ બન્યું.
વિઝન
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને લઇને દેશના લોકો એ દેશના કલ્યાણ સમુદ્રી માટે પ્રાર્થના કરી અને રાત્રીના સમયે નગરજનોએ ધરોની લાઇટો બંધ કરી નવ ના ટકોરે ધરે ધરે દીપ, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફેસ લાઇટ ચાલુ કરી शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ મંત્રોચ્ચાર દ્વારા પ્રકાશ દીપ પ્રગટાવવામાં આવ્યા હતાં તો ઠેર ઠેર પ્રકાશ પર્વને મંત્રોચ્ચાર દ્વારા આખુંય વાતાવરણ પવિત્ર શુધ્ધ થઇ ગયું હતું અને કોરોના જેવી મહામારી પ્રકાશ પર્વ ના કિરણોને લઇને કેટલાય કોરો ના હવામાં ફરતા વાઇરસ ના બિંદુઓનો નાશ થયો હતો.
વિઝન

પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ પોતાના ધરો, ધાબાં ઉપર દિપ પ્રગટાવીને દેશ ના નામે કર્યો હતો. વડાપ્રધાનના આહવાનને સમર્થન આપ્યું હતું. પ્રાંતિજ નાયબ મામલતદાર બીપીનભાઇ બારોટ તથા પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત તથા પ્રાંતિજ મહિલા પીએસાઇ પી. ડી. ચૌધરી તથા પ્રાંતિજ PSI બી. ડી. રાઠોડ દ્વારા ચુસ્ત પણે બજાર સહિતના વિસ્તારોમાં કાયદાનું પાલન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં નિકળ્યા હતાં તો નગરજનોએ પણ કાયદાનું પાલન કરી પોતાના ધરોમાં રહીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સર્મથન આપ્યું હતું. તો પ્રાંતિજ ના દેસાઈ ની પોળ, સોનીવાડા નાકા, ગુજરની પોળ, બજાર ચોક, લાલ દરવાજા માતૃછાયા સોસાયટી, ગોપીનાથ સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ગંગોત્રી પાર્ક, હરિઓમ પાર્ક સહિત બજાર વિસ્તારોમાં દીવા, મીનબત્તી, ટોર્ચ તથા મોબાઈલની ફેલસ લાઇટ ચાલુ કરીને કોરોના ના કહેરને નાથવા સમર્થન  આપ્યું.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here