પંજાબ સરકારે રાજ્યના તમામ શહેરોમા 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો કર્યો નિર્ણય.

0
6

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે બુધવારે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલા નિયમ તોડવા માટેનો દંડ પણ ડબલ કરી દેવાયો છે. હવે નિયમ તોડીને 1000 રૂપિયા દંડ ફટકારાશે.તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને વેડિંગ વેન્યૂ રાતે સાડા 9 વાગ્યા સુધી બંધ કરવા પડશે.

રાજ્ય સરકાર 15 ડિસેમ્બરે આ નિર્ણયોની સમીક્ષા કરશે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાના 1,47,665 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 6,834 એક્ટિવ કેસ છે. વાઈરસથી અત્યાર સુધી 4,653 મોત થયા છે. લુધિયાનામાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલા મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સરકારે પોતાના શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here