સરચાર્જ લાદવાનો ઉદ્દેશ્ય FPIને નુકસાન પહોંચાડવાનો નથી: સીતારમન્

0
28

નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું છે કે, બજેટમાં ઊંચી આવક ધરાવતા લોકો પર જે સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે, તે અંગેનો ઉદ્દેશ્ય ટ્રસ્ટના રૂપમાં કાર્ય કરનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)ને નુકસાન પહોંચાડવાનો નથી. સીતારમને વધુમાં જણાવતાં કહ્યું હતું કે, અર્થતંત્ર તેમજ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલાં ઓટો સેક્ટર જેવા ક્ષેત્રો પર સરકાર દ્વારા કેન્દ્રિત કરી રહી છે. આ ઉપરાંત નાણાપ્રધાને વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડા કર્યાની પણ વાત જણાવી હતી.

સરચાર્જ દ્વારા FPIને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી

રૂ.૨ કરોડથી વધુ આવક ધરાવતા લોકો પર સરચાર્જ લાગુ કરવા બાબતે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રામાણિકતાથી કહું તો, અમારો ઉદ્દેશ્ય FPI પર ટેક્સ વધારવાનો ન હતો. વધુમાં સીતારામને વચન આપ્યું હતું કે, જે કંપનીઓ સરચાર્જથી બચવા માટે ટ્રસ્ટ પાસેથી કોર્પોરેટ માળખામાં સ્થાનાતરિત થવા માંગે છે, તેઓ તેમની વાત સાંભળવા માટે તૈયાર છે. જોકે, વિદેશી રોકાણકારોને ખાસ રાહત આપવાના મુદ્દે પણ તેમણે સાવચેતી દર્શાવી હતી.

માત્ર 40% FPI જ સરચાર્જના દાયરામાં

સરકારે બજેટમાં રૂ.૨-૫ કરોડની આવક ધરાવતા લોકો પર સરચાર્જ ૧૫ ટકાથી વધારી ૨૫ ટકા તેમજ રૂ.૫ કરોડથી વધુ આવક ધરાવનાર પર સરચાર્જ ૧૫ ટકાથી વધારી ૩૭ ટકા કર્યો હતો. સરચાર્જ વ્યક્તિગત, હિન્દુ અવિભાજ્ય કુટુંબ, ટ્રસ્ટ અને એસોસિએશન ઓફ પર્પઝ પર લગાવવામાં આવ્યો છે, પરંતુ તેની અસર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો, સોવ્રિન વેલ્થ ફંડ(બીજા દેશોનું સરકારી ભંડોળ) અને અન્ય વૈકલ્પિક રોકાણ ભંડોળ પર તેની કોઈ પણ અસર થશે નહીં.

એવું કહેવામાં આવે છે કે, આ સરચાર્જ વધારાના કારણે બજેટ પછી શેર બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. દેશમાં રજિસ્ટર્ડ FPIમાંથી ૪૦ ટકા લોકો આ સરચાર્જના દાયરમાં આવે છે, આમ આનવા પ્રસ્તાવથી લગભગ ૪૦ ટકા FPIએ ઊંચો ટેક્સ ભરવો પડશે.

આર્થિક વૃદ્ધિદરના અંદાજોમાં આવેલી કોટકટીથી ચિંતિત નથીઃ FM

સીતારામને કહ્યું હતું કે, હું આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટવાથી ચિંતિત નથી. વૃદ્ધિમાં ઘટાડો વૈશ્વિક છે, તેમ છતાં ભારત ૭ ટકાના વૃદ્ધિ દરે આગળ વધવાનો અંદાજ ધરાવે છે. તેમણે વ્યાજદરમાં વધુ ઘટાડાનો અવકાશ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મને વ્યાજદરમાં મોટા ઘટાડાની આશા છે, જે દેશ માટે લાભદાયી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here