વડોદરા : ગુતાલના ફાર્મહાઉસમાં ધાડપાડુ ત્રાટક્યા,

0
30

વાઘોડિયાઃ વઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાં ફાર્મહાઉસમાં લૂંટારૂ ટોળકીએ મારક હથિયારો સાથે હુમલો કરીને પરિવારના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. સોના-ચાંદીના દાગીના સહિક કાર મળી 5.8 લાખની મતા લૂંટી લૂંટારૂ ટોળકી ફરાર થઇ ગઇ હતી. વડોદરાના માંજલપુર વિસ્તારના રહેવાસી મયુરદાસ મહેન્દ્રદાસ સાધુ એક વર્ષથી માતા મીનાબહેન, પત્ની કોમલબહેન, દીકરી દ્રષ્ટી સાથે શ્રી સદગુરૂ કબીર ફાર્મમાં રહે છે. મયુરદાસ ફાર્મ સ્થિત મંદિરની પૂજા અને ખેતી કામ કરે છે.

5 લાખથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાં આવેલા શ્રી સદગુરૂ કબીર ફાર્મમાં બુધવારે મોડી રાત્રે દંડા જેવા મારક હથિયારો સાથે લૂંટારુ ટોળકી રસોડાનો દરવાજો તોડીને ઘરમાં ત્રાટકી હતી. મીનાબહેન, કોમલબહેન, નિતુબહેન, દ્રષ્ટીને ટોળકીને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપીને અન્ય રૂમમાં લઇ ગયા હતા. અને તેઓએ પહેરેલા સહિતના અન્ય સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા 25,000 તેમજ ફાર્મની બહાર પડેલી ટવેરા ગાડી મળી કુલ રૂપિયા 5,08,500નો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે બનેલા લૂંટના બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો. ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇને તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે, પોલીસને લૂંટારુ ટોળકીને કોઇ સગડ મળ્યા ન હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરવાને બદલે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દોઢથી બે વાગ્યે 4 બુકાનીધારી લૂંટારુઓ મારક હથિયારો સાથે ત્રાટક્યા

વડોદરાના માંજલપુર વિસ્તારના રહેવાસી મયુરદાસ મહેન્દ્રદાસ સાધુ એક વર્ષથી માતા મીનાબહેન, પત્ની કોમલબહેન, દીકરી દ્રષ્ટી સાથે શ્રી સદગુરૂ કબીર ફાર્મમાં રહે છે. મયુરદાસ ફાર્મ સ્થિત મંદિરની પૂજા અને ખેતી કામ કરે છે. પરિવારને આજે લગ્નમાં જવાનું હતું. જેથી તેઓની સાળી નીતુબહેન ધર્મેન્દ્રભાઇ મહંત આવ્યા હતા. મોડી રાત સુધી કોમલબહેન તેમજ તેમની બહેન નિતુબહેન અને દ્રષ્ટીએ હાથમાં મહેંદી મૂકીને સૂઇ ગયા હતા. દરમિયાન રાત્રે લગભગ દોઢથી બે વાગ્યાના સુમારે 4 જેટલા બુકાનીધારી લૂંટારુઓ ડંડા જેવા મારક હથિયારો સાથે રસોડાનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.

પરિવારને ધમકી આપીને બાનમાં લઇને લૂંટ ચલાવી

રસોડાનો દરવાજો તુટવાનો અવાજ આવતા જ મયુરદાસ સાધુ દરવાજા પાસે પહોંચ્યા હતા. તે સમયે ઘરમાં ધસી આવેલી ટોળકી પૈકી એક લૂંટારુઓએ મયુરદાસ કંઇક વિચારે અને પ્રતિકાર કરે તે પહેલાં માથામાં લાકડીનો ફટકો મારી દેતા મયુરદાસ સ્થળ પરજ બેભાન થઇ ગયા હતા. દરમિયાન અવાજ સાંભળીને બહાર દોડી આવેલા મીનાબહેન, કોમલબહેન, નિતુબહેન, દ્રષ્ટીને ટોળકીને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપીને અન્ય રૂમમાં લઇ ગયા હતા. અને તેઓએ પહેરેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત તેઓ પાસેથી તિજોરીઓની ચાવી લઇ તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 25000 તેમજ ફાર્મની બહાર પડેલી તવેરા ગાડી મળી કુલ રૂપિયા 5,08,500નો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા.

ડોગ સ્ક્વોડ-ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇને તપાસનો દોર શરૂ

મોડી રાત્રે બનેલા લૂ્ંટના બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો. આ ઉપરાંત સવારે ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકી તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. જેમાં લૂંટારુ ટોળકીના હુમલાનો ભોગ બનેલા મયુરદાસ સાધુએ પોલીસ પૂછપરછમાં લૂંટારૂ ટોળકી 8 તોલા સોનાના દાગીના, દોઢ કિલો ચાંદી, રોકડ રૂપિયા 25000 તેમજ ટવેરા ગાડી લૂંટી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇને તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે, પોલીસને લૂંટારુ ટોળકીને કોઇ સગડ મળ્યા ન હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરવાને બદલે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here