વીરપુર : રેલવે ફાટક 3 કલાકમાં ખુલે છે માત્ર બે મિનીટ : ખેડૂતોને વાડીએ જવામાં મુશ્કેલી : વેસ્ટર્ન રેલવેને નામ આપ્યું પાકિસ્તાન રેલવે.

0
4

વીરપુર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારાના કાચો ગાડા માર્ગની આડે રેલવેનું ફાટક આવેલું છે. ફાટક ત્રણ કલાકમાં માત્ર બે મિનીટ જ ખુલતું હોવાથી ખેડૂતોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ખેડૂતો પોતાની વાડીએ જઈ શકતા નથી. આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને ફાટકા આડે ઉભા રહી સુત્રોચ્ચાર કરી રેલવે વિભાગને આવેદનપત્ર આપી ફાટક ખુલ્લું રાખવાની માગ કરી હતી.ખેડૂતોએ વેસ્ટર્ન રેલવેને પાકિસ્તાન રેલવે નામ આપ્યું હતું.

આ ટ્રેક પરથી માત્ર સોમનાથ-જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થાય છે

ગામના સૌથી મોટો આહબા સીમ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી રેલવે ક્રોસિંગ આવેલું છે. આ ક્રોસિંગ પરથી વીરપુર-મશીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલો છે. આ ગાડા માર્ગનો મશીતારા ગામે જવા આવવા માટે તેમજ 500 જેટલા ખેડૂતો નિયમિત ઉપયોગ કરે છે. પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા આ ક્રોસિંગ પર ઘણા સમયથી એક ફાટક મૂકી દેવામાં આવ્યું છે. ફાટક ત્રણ કલાકે માત્ર બે મિનીટ જ ખોલવામાં આવે છે. હાલ કોરોનાકાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ-જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ માત્ર બે મિનીટ ફાટક ખોલે છે. આથી ખેતી કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આઠ કલાક વીજળી અપાય છે તેમાં ત્રણ કલાક ફાટક ખુલવાની રાહમાં જતી રહી છેઃ ખેડૂતો

રેલવે લોકોની સગવડતાને બદલે અગવડતા ઉભી કરતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી ખેડૂતો વેસ્ટર્ન રેલવેને બદલે પાકિસ્તાન રેલવે તેવું નામ આપીને કહી રહ્યા છે કે અત્યારે અમારે મોટર સાયકલનો તૂટી ગયેલો પંખો બદલવાની હેસિયત નથી નહિંતર અમે ફાટકની બંને બાજુ મોટર સાયકલ રાખત. જેથી કરીને અમો અમારા કામ કરી શકીએ અને અત્યારે કોરોનાકાળમાં ફાટક પર લોકોનો સમૂહ એકઠો કરવો કેટલું હિતાવહ છે? અમો તો રેલવે તંત્રના જડ નિયમોથી હારી ગયા છે. એવું થાય છે કે ખેતીકામ જ મૂકી દઈએ. અત્યારે ખેતીકામ માટે આઠ કલાક વીજળી મળે છે તેમાં ત્રણ કલાક તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે.