યાત્રિકોના અભાવે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ ફરી એકવાર રદ્દ થઈ, 14મીથી ઉડાન ભરશે, લોકો અટવાયા

0
3

પાંચ મહિના બાદ રાજકોટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ થવાની હતી. આજે સવારે 8.30 વાગ્યે રાજકોટથી મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ ઉપડવાની હતી પણ યાત્રિકોની સંખ્યાના અભાવે ફ્લાઈટ રદ્દ થઈ છે. જેને લઈને યાત્રિકો અટવાયા હતા અને રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ ફરી 14મીથી ઉડાન ભરશે.

યાત્રિકોમાં છેલ્લી ઘડીએ દોડધામ મચી ગઈ

રાજકોટથી મુંબઈની ફ્લાઈટનો શિડ્યુલ ત્રણ-ત્રણ વખત બદલાવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ 1 જુલાઈથી આ ફ્લાઈટ શરૂ થવાની હતી. ત્યારબાદ ઓગસ્ટમાં, પછી 10 સપ્ટેમ્બરથી અને હવે ફરી શિડ્યૂલ બદલી દેતા 14મીથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે. જે યાત્રિકોએ 10મી સપ્ટેમ્બરે મુંબઈ જવાની ટિકિટ બૂક કરી છે. તેવા યાત્રિકોમાં છેલ્લી ઘડીએ દોડધામ મચી હતી. સ્પાઈસ જેટના સ્ટેશન મેનેજર ચિરાગ પંડ્યા પણ યાત્રિકોના ફોન નહીં ઉપાડતા હોવાની અને સાચી માહિતી નહીં આપતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. એકાએક રાજકોટથી મુંબઈની ફ્લાઈટ રદ કરતા અનેક યાત્રિકોના મહત્વના કામ પણ અટકી પડ્યા હતા.

18મીથી દિલ્હીની ફ્લાઈટ શરૂ કરાશે

સ્પાઈસ જેટની રાજકોટથી મુંબઈની ફ્લાઈટના હજુ ઠેકાણા નથી. ત્યાં દિલ્હીની ફ્લાઈટની જાહેરાત પણ કરી ચૂક્યું છે. સંભવત: 18મીથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ સવારે 9.30 કલાકે ઉડાન ભરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here