વર્લ્ડ રેકોર્ડ : ‘રામાયણ’ સિરિયલે નવો રેકોર્ડ પોતાને નામ કર્યો, 7.7 કરોડ વ્યૂઅરશિપ સાથે દુનિયામાં સૌથી વધુ જોનાર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ બન્યો

0
11

લોકડાઉનમાં ‘રામાયણ’ સિરિયલને પુનઃ પ્રસારિત કરવામાં આવી હતી. ટીઆરપી ચાર્ટમાં સતત ત્રણ અઠવાડિયા ટોપ પર રહેનાર આ સિરિયલે હવે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 16 એપ્રિલે ‘રામાયણ’ સિરિયલને દુનિયાભરના 77 મિલિયન એટલે કે 7.7 કરોડ લોકોએ કોઈ હતી. આ સાથે ‘રામાયણ’ દુનિયાભરમાં સૌથી વધુ જોનાર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ બની ગયો છે. આ બાબતે પ્રસાર ભારતીએ ટ્વીટ કર્યું છે કે, રામાયણ વર્લ્ડ રેકોર્ડ –  હાઈએસ્ટ વ્યૂડ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ ગ્લોબલી.

1987ની પ્રોડ્યુસર-ડિરેક્ટર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ આજેપણ એટલી જ લોકપ્રિય છે. અગાઉ પણ આ સિરિયલે એક રેકોર્ડ બનાવ્યો હતો. પ્રસાર ભારતીના સીઇઓ શશી શેખરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, જણાવીને રોમાંચ થાય છે કે ડીડી નેશનલ પરના રામાયણના રી-ટેલિકાસ્ટને હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં 2015થી અત્યારસુધીમાં સૌથું વધુ રેટિંગ મળ્યા છે. (સોર્સ: BARC ઇન્ડિયા)

અરુણ ગોવિલ (ભગવાન શ્રીરામ), દીપિકા ચિખલિયા (સીતામાતા), દારા સિંઘ (હનુમાન) અને અરવિંદ ત્રિવેદી (રાવણ ‘લંકેશ’) સ્ટારર આ સિરિયલ ડીડી નેશનલ પર 28 માર્ચથી પુનઃ પ્રસારિત કરવામાં આવી હતી. BARC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ) ઇન્ડિયાના ડેટા મુજબ એપ્રિલ 11થી એપ્રિલ 17 સુધીમાં રામાયણ સિરિયલની 67.4 મિલિયન એટલે કે 6 કરોડ 74 લાખ દેશના લોકોએ જોઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here