વડોદરા : રીયલ એસ્ટેટ બ્રોકરે હાથની નસો કાપ્યા બાદ પાંચમાં માળેથી પડતુ મુકીને આપઘાત કર્યો,

0
18

વડોદરા શહેરના ગોત્રી સુદામાનગર પાસે શિવમ ફ્લેટમાં રહેતા રીયલ એસ્ટેટ બ્રોકર હાથની નસો કાપ્યા બાદ પાંચમાં માળેથી પડતું મુકતા મોત નીપજ્યું છે. જોકે રહસ્યના વમળો સર્જનાર આ બનાવમાં બ્રોકરે આપઘાત કર્યો છે કે, તેની હત્યા કરાઇ છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરમાંથી લોહીના ડાઘાવાળુ ઓશિકું પણ મળી આવ્યું 

વડોદરા શહેરના ગોત્રી સુદામાનગર પાસે શિવમ ફ્લેટમાં પહેલા માળે 102 નંબરમાં રહેતા દિલીપભાઇ ઇશ્વરભાઇ દેસાઇ(ઉં.54) પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વહેલી સવારે ફ્લેટની નીચે આવેલી દુકાનના છત ઉપરથી તેઓનો હાથની નસો કાપેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તેમના ઘરમાંથી લોહીના ડાઘાવાળુ ઓશિકું પણ મળી આવ્યું છે. દિલીપભાઇ પહેલા માળેથી લિફ્ટમાં બેસીને પાંચમાં માળે ગયા હતા કે તેમને કોઇ લઇ ગયું હતું. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે મૃતકની પત્ની, પુત્ર અને પુત્રવધુની પૂછપરછ શરૂ કરી 

આ બનાવ અંગેની જાણ ગોત્રી પોલીસને થતાં ACP એ.વી. રાજગોર તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સાથે રહસ્યમય મોતને ભેટેલા દિલીપભાઇ દેસાઇના મોત ચોક્કસ કેવી રીતે થયું છે. તેની વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી. પોલીસે દિલીપભાઇના મોત અંગેનું પ્રાથમિક કારણ જાણવા માટે પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. જોકે, પોલીસને કોઇ ઠોસ માહિતી મળી ન હતી. પોલીસે મૃતકની પત્ની, પુત્ર અને પુત્રવધુની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે FSLની મદદ લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે

ACP એ.વી. રાજગોરે જણાવ્યું હતું કે, દિલીપ દેસાઇએ પાંચમાં માળેથી પડતું મુકતા પહેલાં બે બંને હાથની નસો કાપી હોવાનું જણાય છે. જોકે, તેઓએ આપઘાત કર્યો છે કે, તેઓની કોઇ હત્યા કરી છે. તે હજુ સ્પષ્ટ થતું નથી. લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. આ સાથે આ બનાવ અંગે અલગ-અલગ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here