Tuesday, March 18, 2025
Homeરાજનીતિ :કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું,- કોંગ્રેસ નેતાઓથી અમને ભય, મુંબઇ પોલીસ પાસે...
Array

રાજનીતિ :કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું,- કોંગ્રેસ નેતાઓથી અમને ભય, મુંબઇ પોલીસ પાસે માંગી સુરક્ષા

- Advertisement -

કર્ણાટકના નાટકમાં આજે નિર્ણાયક મોડ જોવા મળશે. એચડી કુમારસ્વામીએ સદનમાં બહુમત સાબિત કરવાની પરવાનગી માંગી છે. કોંગ્રેસ અને જેડીએસને આશા છે કે બળવાખોર ધારાસભ્ય એમનો સાથ આપશે અને સરકારને બચાવવામાં મદદ કરશે.સોમવારે કોંગ્રેસે પોતાના ધારસભ્ય દળની બેઠક બોલાવી છે. તો બીજી બાજુ ભાજપનું કહેવું છે કે 15 થી વધારે ધારાસભ્ય કે જેમને કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લઇ લીધું છે એમને ભાજપની સાથે જવાના સંકેત આપ્યા છે. એવામાં કુમારસ્વામીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેવું જોઇએ. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું કે ઉચ્ચ કોર્ટના આદેશના કારણે વિધાનસભા અધ્યક્ષની પાસે ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર નથી. એમને કહ્યું, ‘ઉચ્ચ કોર્ટના નિર્ણયના કારણે સ્પીકરની પાસે કોઇને પણ અયોગ્ય જાહેર કરવાનો અધિકાર નથી.’

શુક્રવારે કોર્ટના સ્પીકરને રાજીનામું આપી ચુકેલા 10 ધારસભ્યોની અરજી પર સુનવણી તરફ સ્પીકર કેઆર રમેશને નિર્દેશ આપ્યો કે 16 જુલાઇ સુધી રાજીનામું અથવા અયોગ્ય જાહેર કરવા પર યથાસ્થિતિ યથાવત રાખવામાં આવે, આ પહેલા ભાજપ સરકારે દાવો કર્યો હતો કે સરકાર પોતાની બહુમત ગુમાવી બેઠી છે. યેદિયુરપ્પાએ કુમારસ્વામીને કહ્યું છે કે એ ક્યાં તો વિશ્વાસ મત નો સામનો કરે અથવા રાજીનામું આપી દે.

કર્ણાટકના 14 બળવાખોર ધારસભ્યોએ પોવઇ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં એમનું કહેવું છે કે મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ અથવા કોંગ્રેસના કર્ણાટક અથવા મહારાષ્ટ્રના કોઇ ગણમાન્ય વ્યક્તિ અથવા કોઇ પણ રાજકીય નેતાને મળવાનો કોઇ ઇરાદો નથી કારણ કે અમને એમનાથી જીવનું જોખમ છે. કર્ણાટકમાં કોંગ્રેસના બળવાખોર ધારસભ્ય એમ ટી બી નાગરાજને મનાવવાા પ્રયત્નો અસફળ રહ્યા બાદગ એ રવિવારે મુંબઇ ચાલ્યા ગયા જ્યાં એમને સ્પષ્ટ કર્યું કે ત્યાગપત્ર પાછા લેવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular