વિક્રમ લેન્ડર ચંદ્ર પર સલામત છે, સંપર્કના પ્રયત્નો ચાલુ: ઈસરો

0
36

નવી દિલ્હી, તા. 9 સપ્ટેમ્બર 2019 સોમવાર

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઈને મોટી જાણકારી સામે આવી છે. ઈસરોના જણાવ્યા અનુસાર વિક્રમ સુરક્ષિત છે અને તેને કોઈ પણ ક્ષતિ પહોંચી નથી.

ઈસરોના એક અધિકારીએ કહ્યુ કે અમે લેન્ડરની સાથે સંચારને ફરીથી સ્થાપિત કરવાના દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે અમે આશા છોડી નથી. શનિવારે જ્યારે ચંદ્રની સપાટીથી લગભગ 2.1 કિલોમીટરના અંતરે લેન્ડર વિક્રમ હતુ, તે સમયે ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.

રવિવારે ISROને ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમના લોકેશનની ફરીથી ખબર પડી ગઈ. ખુદ ઈસરોના ચેરમેન સિવને આની પુષ્ટિ કરી છે. ઈસરોની માનીએ તો ઑર્બિટરે વિક્રમ લેન્ડરની એક થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે.

વિક્રમ લેન્ડર પોતાના નક્કી સ્થાનેથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યો છે પરંતુ જો તેનાથી સંપર્ક સ્થાપિત થઈ જાય તો તે પાછા પોતાના પગ પર ઉભુ થઈ શકે છે. ઈસરોના વિશ્વસ્ત સૂત્રો અનુસાર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેકનોલૉજી છે કે તે પડ્યા બાદ પણ ખુદને ઉભો કરી શકે છે પરંતુ તેની માટે જરૂરી છે કે તેના કમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ જાય અને તેના કમાન્ડ રિસીવ થઈ શકે. જોકે, આ કામના સફળ થવાની આશા માત્ર 1 ટકા જ છે પરંતુ ઈસરો વૈજ્ઞાનિકોનું માનવુ છે ભલે 1 ટકા જ પણ આશા તો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here