જાહેરાત : મગફળીનું રજિસ્ટ્રેશન કરાવનારના દસ્તાવેજોનું વેરિફિકેશન થશે

0
0

ગાંધીનગર: રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે ખેડૂત ન હોય તેવા લોકો કે વેપારીઓ દ્વારા મગફળીનું વેચાણ કરી અગાઉ જેવી ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે રજિસ્ટ્રેશન કરાવના ખેડૂતના 7-12 સહિતના દસ્તાવેજોનું 100 ટકા વેરિફિકેશન થશે. ગ્રામ સેવક દ્વારા તેના ગામમાંથી થયેલા રજિસ્ટ્રેશન મુજબ ખેડૂતોના દસ્તાવેજો ચેક કરવામાં આવશે.

1 નવેમ્બર સુધીમાં વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવાશે

વિસ્તરણ અધિકારીએ દરેક ગામના 25 ટકા ખેડૂતોના દસ્તાવેજોની ફિઝિકલ ચકાસણી કરવાની રહેશે જ્યારે મામલતદાર અને ટીડીઓ રેન્ડમ 10 ટકા દસ્તાવેજો ચકાસશે. ચકાસણી દરમિયાન જો કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરાઈ છે. કલેક્ટર અને ડીડીઓ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરાશે. 7 ઓક્ટોબરથી શરૂ કરીને 1 નવેમ્બર સુધીમાં વેરિફિકેશનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે.પુરવઠા નિગમ દરેક જિલ્લામાં ક્રોસ ચેકિંગ માટે ટીમો ઉતારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here