અક્ષયની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી શકે છે

0
5

અક્ષય કુમારના ચાહકો ‘સૂર્યવંશી’ની છેલ્લાં એક વર્ષથી રાહ જોઈ રહ્યાં છે. ગયા વર્ષે 24 માર્ચ, 2020ના આ ફિલ્મ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. થોડાં દિવસ પહેલાં જ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 30 એપ્રિલના રોજ ફિલ્મને થિયેટરમાં રિલિઝ કરવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. માનવામાં આવે છે કે ફરી એકવાર ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી શકે છે.

અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

સૂત્રોના મતે, મહારાષ્ટ્રની સાથે સાથે દેશભરમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. આથી જ મેકર્સ ‘સૂર્યવંશી’ની રિલીઝ ફરી એકવાર સ્થગિત કરી શકે છે. મુંબઈ સહિત દેશના ઘણાં શહેરોમાં નાઈટ કર્ફ્યૂ છે અને તેને કારણે નાઈટ શો યોજાતા નથી. આ સમયે બિગ બજેટની ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરીને મેકર્સ મોટું જોખમ લઈ શકે નહીં. આ જ કારણ છે કે 30 એપ્રિલે ‘સૂર્યવંશી’ થિયેટરમાં રિલીઝ થાય તેવી શક્યતા બહુ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, અજય દેવગન, રણવીર સિંહ મહત્ત્વના રોલમાં છે.

મેકર્સ અન્ય વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોના મતે, મેકર્સ હવે અન્ય વિકલ્પ પર વિચાર કરે છે. તેઓ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી શકે છે અથવા તો થિયેટર તથા ડિજિટિલ બંને પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. આ ઉપરાંત ફિલ્મને થિયેટરમાં અને 14 દિવસ બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી શકે છે. જોકે, રોહિત શેટ્ટી હજી પણ OTT પર ફિલ્મ રિલીઝ કરવાના મૂડમાં નથી.

અમિતાભ-ઈમરાનની ફિલ્મ 'ચેહરે'નું પોસ્ટર

અમિતાભ-ઈમરાનની ફિલ્મ ‘ચેહરે’નું પોસ્ટર

આ ફિલ્મની રિલીઝ ડેટ સ્થગિત થઈ

આ પહેલાં કોરોનાવાઈરસને કારણે અમિતાભ-ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરે’ની રિલીઝ ડેટ બદલી નાખવામાં આવી છે. આ ફિલ્મ 9 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ 9મીએ રિલીઝ થશે નહીં. રાણા દગ્ગુબાતીની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ હિંદી માર્કેટમાં રિલીઝ થઈ નહીં. આ ફિલ્મ 26 માર્ચે રિલીઝ થવાની હતી. ‘બંટી ઔર બબલી 2’ની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here