Thursday, August 5, 2021
No menu items!
Homeનર્મદા નદીમાં પૂર : ડેમમાંથી 9.22 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચના ગામોમાં...
Array

નર્મદા નદીમાં પૂર : ડેમમાંથી 9.22 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચના ગામોમાં પાણી ઘૂસ્યા, લોકોમાં ભયનો માહોલ, NDRFની ટીમ તૈનાત

નર્મદા ડેમમાંથી નદીમાંથી સવારે 11 વાગ્યા સુધીમાં 9.22 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ભરૂચમાં નર્મદા નદી સવારે 9 વાગ્યાથી ભયજનક સપાટી વટાવી 11 વાગ્યે 25.58 ફૂટની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે.જેના પગલે ભરૂચ શહેર, ખાલપીયા, અંકલેશ્વર અને સફરૂદ્દીન ગામને હાઇ એલર્ટ કરાયા છે. આ સાથે જિલ્લાના 29 ગામો એલર્ટ પર છે. શુક્લતીર્થ-કડોદ ગામના પાદર સુધી નદીના પાણી પહોંચી ગયા છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા કાંઠાના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેથી વહીવટી તંત્ર સહિત NDRFની ટીમ તૈનાત છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદામાં વધુ પાણી છોડાશે

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓના પાણીની સ્તરમાં વધારો નોંધાયો છે. હોશંગાબાદમાં પુરની સ્થિતિ સર્જાય છે. અહિં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એમપીના 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે સતત સરદાર સરોવરમાં પાણીની આવક થશે અને પાણી છોડવાની કામગીરી ચાલુ રહેશે. જેના સંદર્ભે ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામો પાસે પાણીનું સ્તર વધવાની શક્યતા વધી જશે.

શુક્લતિર્થ ખાતે વહેલી સવારથી જ પાણી ઘૂસવાનું શરૂ

ભરૂચના કડોદ ગામના ખેતરોમા પાણી ભરાયા છે. ગામથી 100 મીટરની દૂરી પર જ નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. જ્યારે શુક્લતીર્થ ખાતે વહેલી સવારથી જ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું. હાલ પાણી છોડવામાં વધારો કરવામાં આવતા નર્મદા નદીની સપાટી વધે તેવી શક્યતા છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments