Friday, March 29, 2024
Homeરેનો ડસ્ટર ટર્બો પેટ્રોલ વર્ઝનમાં આવશે, અંદાજિત કિંમત ₹12 લાખની આસપાસ રહેવાની...
Array

રેનો ડસ્ટર ટર્બો પેટ્રોલ વર્ઝનમાં આવશે, અંદાજિત કિંમત ₹12 લાખની આસપાસ રહેવાની શક્યતા

- Advertisement -

દિલ્હી. રેનોએ તેની પોપ્યુલર SUV રેનો ડસ્ટર ટર્બો પેટ્રોલ વર્ઝનની ડિટેલ્સ ઓફિશિયલી શેર કરી દીધી છે. કંપનીએ સૌપ્રથમ આ મોડેલ ઓટો એક્સપો 2020માં શોકેસ કર્યું હતું. આ કોમ્પેક્ટ SUVના નવા વર્ઝનમાં 1.3L ટર્બો પેટ્રોલ એન્જિન આપશે. નવું એન્જિન 153bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરશે. કંપનીનો દાવો છે કે, ડસ્ટરનું ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ આ સેગમેન્ટની સૌથી પાવરફુલ SUV હશે. Nissan Kicksમાં પણ અત્યારે આ જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ગાડીઓ સાથે સ્પર્ધા કરશે
નવી રેનો ડસ્ટરની ટક્કર હ્યુન્ડાઈ ક્રેટા, કિઆ સેલ્ટોસ જેવી ગાડીઓ સાથે થશે. કંપનીએ આ એન્જિન Daimler સાથે મળીને ડેવલપ કર્યું છે. તેનો ઉપયોગ મર્સિડીઝ બેન્ઝ ગાડીઓમાં પણ કરવામાં આવે છે. કારનું ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ CVT X-Tronic ઓટોમેટિક અને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.

ટોપ વેરિઅન્ટમાં પ્રીમિયમ ફીચર્સ
SUVના ટોપ વેરિઅન્ટમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, રિઅર વોશ અને વાઇપર, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ક્રૂઝ કન્ટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને રિવરેસ પાર્કિંગ કેમેરા વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવશે. ટર્બો એન્જિનવાળી ડસ્ટરમાં પ્રોજેક્ટર હેડલેમ્પ, રૂફ રેલ્સ, ટિલ્ટ અડજસ્ટેબલ પાવર સ્ટિયરિંગ, પાવર વિંડો, રિમોટ સેન્ટ્રલ લોકિંગ, ઇલ્યુમિનેટેડ અને કૂલ્ડ ગ્લવબોક્સ, ડ્યુઅલ એરબેગ્સ, ABS, EBD, સ્પીડ અલર્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રિઅર પાર્કિંગ સેન્સર્સ જેવાં સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવશે.

કિંમત
કંપનીએ ટર્બો પેટ્રોલ એન્જિનવાળી ડસ્ટરની કિંમત વિશે કોઈ જાહેરાત નથી કરી. જો કે, માનવામાં આવી રહ્યું છે કે આ પાવરફુલ મોડેલની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપની ટૂંક સમયમાં જ આ કારની કિંમત જાહેર કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular