RBI એ વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નહી : રેપો રેટ 4 ટકા યથાવત

0
5
  • RBI ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન
  • MPC રાખવા નાણાકીય નીતિ સમિતિનો સર્વાનુમત
  • રેપો રેટ 4% પર યથાવતઃગવર્નર શક્તિકાંત
  • રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત
  • MSF અને બેંક દર 4.25% પર યથાવત

RBIએ નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એક વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ નિર્ણય ઉંચા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી દર હાલમાં રિઝર્વ બેંકને સંતોષજનક સપાટીની ઉપર જોવા મળી રહ્યો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની એમપીસીએ રેપો રેટ અને રિવર્સ રેટોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા પર જાળવી રાખ્યા છે.

RBI ના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા છે.

રિઝર્વ બેંક ના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં 9.5 ટકાનો ઘટાડો આવશે. એમપીસી ની ઓક્ટોબરમાં મળેલ બેઠકમાં વધેલ મોંઘવારી દરને કારણે નીતિગત દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓગસ્ટની બેઠકમાં પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. છેલ્લે મેમાં વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટ અને માર્ચમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બેંક રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here