Thursday, August 5, 2021
No menu items!
HomeRBI ગવર્નર : રેપો રેટ ઘટાડીને 4 ટકા અને રિવર્સ રેપો રેટ...
Array

RBI ગવર્નર : રેપો રેટ ઘટાડીને 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા કરવામાં આવ્યો; 2020-21ના પ્રથમ છ મહિનામાં ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન

નવી દિલ્હી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટીને 3.35 ટકા કરવામાં આવ્યો છે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 5 સભ્યોએ રેપો રેટ ઘટાડવાના પક્ષમાં વોટ કર્યો હતો. કમિટીની બેઠક 3 જૂનથી થવાની હતી, પરંતુ તેને પહેલા જ કરવામાં આવી.

PMI 11 વર્ષના નીચલ સ્તરે

કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે.

બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.

છેલ્લા બે મહિનામાં ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ

કોરોનાવાઈરસ સંબંધી મુશ્કેલીને દુર કરવા માટે છેલ્લા બે મહિનામાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ કરશે. આરબીઆઈના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ અને બીજી પ્રેસ કોન્ફોરન્સ 17 એપ્રિલે કરી હતી. આ બંને પ્રેસ કોન્ફોરન્સમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments