વડોદરા : વધુ 5 દર્દીના મોત, કેસનો કુલ આંક 2853 : વોર્ડ નં-3ની કચેરીના ડેપ્યુટી એન્જિનિયરનો રિપોર્ટ પોઝિટિવ.

0
0

વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં 4 અને ગોત્રી હોસ્પિટલમાં એક મળીને આજે વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં 2 બે મહિલાઓ અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડની ટીમે તમામ દર્દીઓની સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરી હતી. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નં-3 કચેરીના ડેપ્યુટી એન્જિનિયરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વોર્ડ નં-3ની કચેરીના કર્મચારીઓમાં ગભરાટ ફે્લાયો છો અને કચેરીમાં સેનેટાઇઝેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 5 દર્દીના મોત

વડોદરામાં બગીખાના વિસ્તારમાં રહેતી 78 વર્ષની વૃદ્ધ મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં મોત
પંચમહાલ જિલ્લાના કાલોલની 53 વર્ષની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત
વડોદરાના સુભાનપુરા સમતા વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં મોત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 46 વર્ષીય વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના 57 વર્ષીય વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં મોત

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 2853 થયો

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2853 ઉપર પહોંચી છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2032 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 764 એક્ટિવ કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 37 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 588 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસ નોંધાયા

વડોદરા શહેરમા ગુરૂવારે આજવા રોડ, વાડી, ફતેપુરા, તરસાલી, વાઘોડિયા રોડ, રાવપુરા, આર.વી.દેસાઇ રોડ, તાંદલજા, હરણી રોડ, દંતેશ્વર, વારસીયા, વાસણા રોડ, પોલો ગ્રાઉન્ડ, મચ્છીપીઠ, VIP રોડ, રાજમહેલ રોડ, સમા-સાવલી રોડ, અકોટા અને ઇલોરાપાર્ક વિસ્તારમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાયા હતા. વડોદરા ગ્રામ્યમાં ડભોઇ, દશરથ, સેવાસી, વેમાણી, પાદરા, રણુ અને ગવાસદમાં કોરોનાના કેસો નોંધાયા હતા. આ ઉપરાત રાજકોટનો એક કેસ વડોદરામાં નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here