પહેલીવાર એવા સંજોગો ઉભા થયા છે કે, ભારત જેવા વિશાળ દેશની સુરક્ષાની જવાબદારી એ 8 ઉચ્ચ અધિકારીઓના માથે છે જે તમામ 1984ની બેચના આઈપીએસ અધિકારીઓ છે. પછી ભલે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) , રિસર્ચ એનાલિસિસ વિંગ (RAW), બીએસએફ હોય કે, એનઆઈએ હોય તમામ સુરક્ષા એજન્સીઓમાં નવા પ્રમુખોની નિયુક્તને લઈને ગજબ સંજોગ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે 1984 બેચના આઈપીએસ અધિકારીઓ પર ભરોસો મૂક્યો છે. સંજોગની વાત એ છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ભારત-તિબેટ સીમા પોલીસ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને બ્યૂરો ઓફ સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રમુખ 1984ની બેચના જ છે.
મોદી સરકારે તાજેતરમાં જ આઈબી અને રૉમાં નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે, જેમાં અરવિંદ કુમારને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચોફ નિમવામાં આવ્યા છે. તો સામંત ગોયલને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પ્રમુખ નિમવામાં આવ્યા છે. બંને 1984 બેચના આઈપીએસ અધિકારી છે. આ બેચના મોટાભાગના અધિકારીઓને સંબંધિત દળો અને એજન્સીઓમાં ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
2017માં શરૂ થયો સિલસિલો
1984ની બેચના આઈપીએસ અધિકારીઓ પર પસંદગી ઉતારવાનો સિલસિલો સપ્ટેમ્બર 2017માં શરૂ થયો હતો. 1984 બેચના આસામ-મેઘાલય કેડરના અધિકારી વાઈસી મોદીને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ જાન્યુઆરી 2018માં તેલંગાના કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિદેશક બનાવવામાં આવ્યા.
વાયસી મોદી બાદ જાન્યુઆરી 2018માં તેલંગાના કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિદેશક બનાવવામાં આવ્યા. તેના ત્રણ મહિના બાદ બિહાર કેડરના અધિકારી રાજેશ રંજનને સીઆઈએસએફના મહાનિદેશક બનાવવામાં આવ્યા. રાજેશ રંજન આ પહેલા બીએસએફમાં વિશેષ મહાનિદેશક હતા. તેઓ પણ 1984ના બેચના આઈપીએસ છે. આ બેચના અધિકારીઓને ‘લકી ક્લાસ ઓફ 84’ કહેવામાં આવી રહ્યા છે.
આ છે એક જ બેચના અધિકારીઓ
RAW- સામંત ગોયલ, IB- અરવિંદ કુમાર, NSG- સુદીપ લખટકિયા, NIA- વાઇ સી મોદી, CISF- રાજેશ રંજન, BSF- રજનીકાંત મિશ્રા, ITBP- એસએસ દેસવાલ, બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી – રાકેશ અસ્થાના
price of stromectol absolute accuracy buy ivermectin in canada