Saturday, September 25, 2021
HomeCBSEની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું
Array

CBSEની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10નું પરિણામ મંગળવારે જાહેર કર્યું. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in દ્વારા પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. તે સિવાય ડિજિલોકર અને SMS દ્વારા પણ પરિણામ જોઈ શકે છે.

વેબસાઈટ પર આ રીતે રિઝલ્ટ જોવું

સૌથી પહેલા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જવું

અહીં હોમ પેજ પર ધોરણ 10th CBSE Results 2021 લિંક પર ક્લિક કરો.

હવે એક નવું પેજ ઓપન થવા પર ઉમેદવારોએ લોગિન કરવું.

લોગિન કરતાં જ તમારું રિઝલ્ટ સ્ક્રિન પર ડિસ્પ્લે થશે.

રિઝલ્ટ જોયા બાદ તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ લઈ શકો છો.

વર્ષમાં સૌથી સારા સેશનને રેફરન્સ યર માનવામાં આવ્યું

આ વર્ષે રિઝલ્ટ માટે છેલ્લા 3 વર્ષમાં સ્કૂલના સૌથી સારા પરિણામવાળા વર્ષને આધાર વર્ષ (રેફરન્સ યર) માનવામાં આવ્યું. વિષય મુજબના માર્ક્સ નક્કી કરવાની આ પણ એક રીત રહી છે. રેફરન્સ યરમાં તમામ વિદ્યાર્થીઓને સરેરાશ માર્ક્સના હિસાબથી જ આ વખતે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ સરેરાશ ગુણ કરતાં 2 ગુણ વધુ કે ઓછા હોઈ શકે છે.

આ ફોર્મ્યુલા દ્વારા 10 માર્ક્સ ઉમેરવામાં આવ્યા

20 માર્ક્સ- ઈન્ટર્નલ અસેસમેન્ટ

10 માર્ક્સ- યુનિટ ટેસ્ટ/પીરિયોડિક ટેસ્ટ

30 માર્ક્સ- મિડટર્મ/હાફ યરલી ટેસ્ટ

40 માર્ક્સ- પ્રી બોર્ડ એક્ઝામિનેશન

આ વર્ષે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે

10માનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે કોરોનાના કારણે 10માની પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડે ઈન્ટર્નલ અસેસમેન્ટ સ્કિમ અંતર્ગત પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરે. તેમજ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની પણ તક આપવામાં આવશે.

અહીં જોવું પરિણામ

વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. તેના માટે તેમને પહેલા ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ અહીં રહેલા ઓપ્શનમાં CBSE સિલેક્ટ કરીને લોગિન કરવું. લોગિન કરતાં જ પરિણામ ઓપન થઈ જશે.

SMS દ્વારા આ રીતે પરિણામ જોવું

તે સિવાય વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું 10માનું પરિણામ જોઈ શકશે. તેના માટે વિદ્યાર્થીઓને CBSE10 < ROLLNUMBER > < ADMITCARDID > ટાઈપ કરીને 7738299899 નંબર પર મેસેજ કરવો પડશે. ત્યારબાદ તમે પરિણામ જોઈ શકશો.

ડિજિલોકરથી માર્કશીટ મળશે

આ વર્ષે વિદ્યાર્થીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે. તેને digilocker.gov.in પરથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેન્ડેશિયલ્સ SMS દ્વારા આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments