Thursday, February 6, 2025
HomeNATIONALNATIONAL : દેશના સૌથી અમીર સાંસદે લીધા અલગ રીતે શપથ, જે લોકો...

NATIONAL : દેશના સૌથી અમીર સાંસદે લીધા અલગ રીતે શપથ, જે લોકો ભગવાનમાં નથી માનતા તે કેવી રીતે લે છે શપથ?

- Advertisement -

સુપ્રીમ કોર્ટના એડવોકેટ આશીષ પાંડે કહ્યું છે કે, સંવિધાનમાં શપથ લેવાની બે રીત જણાવી છે. પહેલી એ કે ભગવાન એટલે કે ગોડના નામ પર. બીજી સત્યનિષ્ઠાના નામ પર. ત્યાં સુધી કે કોર્ટમાં દાખલ થતી અરજીમાં ઉપયોગ થનારા એફિડેવિટમાં પણ આવી રીતે લખાય છે.

 

નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. તેની સાથે જ 71 અન્ય મંત્રીઓએ શપથ લીધા. તેમાંથી 30 કેબિનેટ, 36 રાજ્યમંત્રી અને 5 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલાનો પ્રભાર સામેલ છે. એનડીએના સહયોગી મંત્રીઓએ પણ શપથ લીધા. ટીડીપીના કોટામાંથી મોદી કેબિનેટમાં બે મંત્રી સામેલ કર્યા છે.

શપથગ્રહણ દરમ્યાન તમામ મંત્રી ઈશ્વરના નામે શપથ લેતા હોય છે. શપથ દરમ્યાન મંત્રી કહે છે કે હું (નામ) ઈશ્વરની શપથ લઉં છું કે વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે…આવી રીતે મંત્રીઓના શપથ પુરા થાય છે. પ્રધાનમંત્રી પણ આવી જ રીતે શપથ લે છે. પણ રવિવારે જ્યારે ટીડીપીના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાનીએ શપથ લીધા, તો તેમના શબ્દો બાકીના મંત્રીઓથી અલગ હતા. તેમણે એવું ન કહ્યું કે, હું ઈશ્વરની શપથ લઉં છું કે…

5705 કરોડથી પણ વધારેની સંપત્તિના માલિક પેમ્માસામી સૌથી અમીર સાંસદોમાંથી છે. તેમની સંપત્તિની ચર્ચા ચારેતરફ થઈ રહી છે, હવે તેમના શપથને લઈને પણ ચર્ચા થવા લાગી છે.

ચંદ્રશેખર પેમ્માસાનીએ પોતાના શપથમાં ઈશ્વર અથવા ગોડ શબ્દનો ઉપયોગ કર્યો નથી. ડોક્ટરમાંથી રાજનેતા બનેલા પેમ્માસાનીએ મંત્રીપદના શપથ અંગ્રેજીમાં લીધા. તેમણે કહ્યું કે, I Dr. Pemmasani Chandrashekhar do Solemnly affirm that I will bear true faith and allegiance to the constitution of India… એટલે કે, પેન્નાસાનીએ ગોડ શબ્દનો ઉપયોગ કર્યો નહીં. શપથ બાદ ચર્ચા શરુ કે શું ઈશ્વરનું નામ લીધા વગર પણ શપથ લઈ શકાય? આ શપથ યોગ્ય માની શકાય?

સુપ્રીમ કોર્ટના એડવોકેટ આશીષ પાંડે કહ્યું છે કે, સંવિધાનમાં શપથ લેવાની બે રીત જણાવી છે. પહેલી એ કે ભગવાન એટલે કે ગોડના નામ પર. બીજી સત્યનિષ્ઠાના નામ પર. ત્યાં સુધી કે કોર્ટમાં દાખલ થતી અરજીમાં ઉપયોગ થનારા એફિડેવિટમાં પણ આવી રીતે લખાય છે.

આવી જ રીતે સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં બંનેમાંથી કોઈ પણ રીતે શપથ લઈ શકાય છે. આ શપથ યોગ્ય માનવામાં આવશે. મોટા ભાગે જે લોકો ભગવાનમાં આસ્થા નથી રાખતા અથવા નાસ્તિક હોય છે. તેવા કિસ્સામાં આવી વસ્તુઓ સામે આવતી હોય છે. ઘણી વાર તેને લઈને મામલો ઉઠ્યો છે, કે દેશમાં શપથનું જે માળખું છે, તેને બદલવું જોઈએ.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular