વડોદરા : રિક્ષા ચાલકે યુવતીને મરજી વિરૂધ્ધ બે પુરૂષની વચ્ચે બેસાડી અપશબ્દો કરી છેડછાડ કરી

0
16

કારેલીબાગ વિસ્તારમાં રિક્ષા ચાલકે જબરજસ્તી યુવતીને મરજી વિરુદ્ધ બે પુરુષ પેસેન્જર વચ્ચે બેસાડી યુવતીને અપશબ્દો બોલી છેડછાડ કરવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે યુવતીએ રાવપુરા પોલીસ મથકે રિક્ષાચાલક ગુલામ મયુદ્દીન સુલેમાનભાઈ ચાગીવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતાં.

યુવતીએ વાંધો ઉઠાવતા અપશબ્દો કહ્યાં

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગરમાં રહેતી 23 વર્ષીય યુવતી રાજમહેલ રોડ પર આવેલ એસેસરીઝની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારના રોજ સાંજના સમયે તે નોકરી પરથી પરત ઘરે જઈ રહી હતી. તે દરમિયાન ગાંધીનગર ગૃહ પાસે રિક્ષાવાળાએ આજુબાજુ પુરુષને બેસાડી યુવતીને વચ્ચે બેસવા જણાવ્યું હતું. જેથી યુવતીએ રિક્ષાને ઉભી રાખી ઉતરવા માટે રિક્ષાચાલકને જણાવ્યું હતું. પરંતુ રિક્ષા ઊભી રાખી અને અપશબ્દો બોલી ચૂપચાપ બેસી રહેવાનું જણાવ્યું હતું.

રિક્ષા ચાલકે પીછો કર્યો હતો

યુવતીની આજુબાજુમાં બેસેલા પેસેન્જરોએ વાંધો ઉઠાવતા તેમને પણ ગણકાર્યા ન હતા. તે દરમિયાન રિક્ષા કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા યુવતીએ રીક્ષા ઉભી રાખવા જણાવ્યું હતું અને જો નહી ઉભી રાખે તો બૂમ પાડીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે યુવતીનો હાથ પકડી ધક્કો મારી જતી રહે તેમ જણાવ્યું હતું. ગભરાયેલી યુવતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને અન્ય રિક્ષામાં બેસી ઘરે જવા નીકળી હતી તે દરમિયાન છેડતી કરેલ રિક્ષાચાલકે ફરી યુવતી જે રીક્ષામાં બેસી હતી તેનો પીછો કર્યો હતો જેથી યુવતીએ રીક્ષાનો ફોટો પાડી લઈ તેના ભાઈને જાણ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here