વડોદરા : રીક્ષા ચાલકે સગીરા સાથે કરી છેડતી : દુષ્કર્મનો કર્યો હતો પ્રયાસ.

0
6

સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકારના રાજમાં યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સુરક્ષીત નથી. તેવામાં વધુ એક ફરિયાદ વડોદરામાં સામે આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રીક્ષાના ડ્રાઇવરે સગીરાની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

શાળા અને ટ્યુશન જવા માટે બંધાવાયેલી રીક્ષાના ડ્રાઇવર દ્વારા સગીર વિદ્યાર્થીનીઓનાં ઘરે જઇ શારીરિક અડપલા કરતો હતો. સગીર વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી ત્યારે આ ડ્રાઇવર આવી ચડ્યો હતો. આ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક પરિવારની સગીરાને શાળા અને ક્લાસ જવા માટે આજવા રોડ પર આવેલી આદર્શનનગર સોસાયટીમાં રહેતા દિનેશ ભાવસારની ઓટો રીક્ષા બંધાવી હતી. ઓટો રીક્ષા ચાલક રોજે વિદ્યાર્થીનીઓને શાળા અને ટ્યુશને લઇ જતો હતો. દરમિયાન 30 નવેમ્બરે વિદ્યાર્થીની સાંજના સમયે ઘરે એકલી હતી. દરમિયાન ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર ઘરે આવી ચડ્યો હતો.

સગીરાએ પણ નિર્દોષ ભાવે અંકલ કહીને તેમને અંદર આવવા માટે જણાવ્યું હતું. રીક્ષા ચાલકે પોતાની હવસ સંતોષવા માટે વિદ્યાર્થીનીને પોતાના ખોળામાં બેસવા માટે જણાવ્યું હતું. જો કે વિદ્યાર્થીનીએ ખોળામાં બેસવાનો ઇન્કાર કર્યો હતો. દિનેશે તેના અંગો પર હાથ ફેરવીને શારીરિક અડપલા કર્યા હતા.

જો કે રીક્ષા ચાલકની આ હરકત જોઇ સગીરા ડઘાઈ ગઇ હતી. અને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવારને જાણ થતાં જ હવસખોર રીક્ષા ચાલક દિનેશ ભાવસાર વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાપોદ પોલીસે ફરિયાદના આધારે ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here