મહેસાણા : પેસેન્જર ઉતારવા ગયેલા રીક્ષા ચાલકને જાત પુછી સોસાયટીના કેટલાક લોકોએ માર માર્યો.

0
5

મહેસાણામાં રીક્ષા ચાલક પેસેન્જરને ઉતારવા ગયો જ્યાં સોસાયટીના રહીશોએ રીક્ષા ચાલકને માર માર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે શહેરમાં રીક્ષા ચાલક સોસાયટી આગળ પેસેન્જર ઉતારવા ગયો હતો. જે બાદમાં સોસાયટીના રહીશે જાત પુછીને માર માર્યો હતો. આ અંગે રીક્ષા ચાલક યુવકે બે શખ્સો સામે મહેસાણા શહેર એ-ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે.

શહેરના નવી ચિત્રોડીપુરા વસાહતના ઇન્દિરાનગરમાં રહેતો રીક્ષા ચાલક ભાવિક સેન ગઇકાલે રાત્રે સાડા દશ વાગ્યા આજુબાજુ પેસેન્જરને ઉતારવા શિવસ સોસાયટી ગયો હતો. જ્યાં ગેટ આગળ ઉભેલા કેટલાંક શખ્સોએ રીક્ષા ચાલકને જાત પુછી ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન હિમાંશુ ગાંધીએ પોતાના હાથમાં પાઇપ લઇ રીક્ષા ચાલકને પાઇપ માથાના ભાગે મારતાં લોહી નીકળવા લાગ્યુ હતુ.

જ્યારે હીમાંશુ ગાંધીની સાથે અનિલ ગાંધી અને કેટલાક અન્ય શખ્સોએ રીક્ષાનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. રીક્ષા ચાલકે બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીક્ષા ચાલકને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ રીક્ષા ચાલકે બે શખ્સો સામે મહેસાણા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here