વડોદરા : રીક્ષાચાલકે યુવતીનું અપહરણ કરી આચર્યું ત્રણ વાર દુષ્કર્મ

0
3

રાજ્યમાં મહિલાઓ સલામત નથી. દિન-પ્રતિદિન રેપ, અપહરણ, અત્યાચાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક શર્મજનક ઘટના સામે આાવી છે. વડોદરા શહેરમાં એક માનસિક અસ્વસ્થ યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં હવસખોર રીક્ષાચાલકે આ યુવતીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું. હાલ રીક્ષાચાલક ફરાર છે તો બીજી તરફ આ મામલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં રીક્ષાચાલકે યુવતીની માનસિક સ્થિતિનો લાભ લઈને તેનું અપહરણ કર્યું અને યુવતીને હાલોલ ખાતેના નિવાસસ્થાને લઈ જઈ ત્રણવાર તેના પર દુષ્કર્મ આચર્યું.

પિતા સાથે યુવતી ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા આવી હતી.ત્યાંથી બહાર નીકળતી વખતે પિતા રિક્ષા શોધતા હતા ત્યારે યુવતી એકલી પડી ગઇ હતી. આ દરમિયાન રેલવે સ્ટેશન નજીક એક રીક્ષાચાલકે યુવતીનું અપહરણ કરીને લઇ ગયો હતો.

બીજીતરફ યુવતીના પરિવારજનો તેની શોધ કરી રહ્યા હતા અને આખરે ગોત્રી પોલીસ સ્ટેશને યુવતી ગૂમ થઇ હોવાની જાણ કરતાં પોલીસ પણ તપાસમાં જોડાઇ હતી.પરંતુ યુવતીનો પત્તો લાગ્યો નહતો.યુવતીએ પોલીસને કહ્યું છે કે,રિક્ષાવાળો મને હાલોલ તેને ઘેર લઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ તેણે વડોદરા આવતી વખતે પણ ઝાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો.રિક્ષાચાલક મને અમિતનગર સર્કલ પાસે છોડી દઇ ભાગી છૂટયો હતો.ગોત્રીના પીઆઇ એબી ગોહિલે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ રીક્ષાચાલકને પકડવા માટે બે ટીમો પણ બનાવી