અમદાવાદ : મોટેરામાં કાર લઈને જતી યુવતીની રિક્ષાચાલકે છેડતી કરી માર માર્યો

0
0

(અહેવાલ :રવિ કાયસ્થ)

અમદાવાદ: મોટેરા વિસ્તારમાં કાર લઈને જતી યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે મિત્રોએ કારમાં જતી યુવતીનો પીછો કરી બિભત્સ ઈશારા કર્યા હતા. યુવતીએ તેઓને ઠપકો આપતાં મારામારી કરી નાસી ગયા હતા. ચાંદખેડા પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

મોટેરામાં આવેલી એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી શનિવારે બપોરે કાર લઈ સંગાથ મોલથી ઘર તરફ જતી હતી ત્યારે એક રિક્ષાચાલક તેની કારની આસપાસ રિક્ષા ચલાવતો હતો. રિક્ષામાં બેઠેલા બે શખ્સ અને ચાલકે ગાડી પાસે આવી બિભત્સ ઈશારા શરૂ કર્યા હતા. યુવતીએ કાર ઉભી રાખી તેઓને આવી હરકત માટે ઠપકો આપતાં ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણેયે ગાળાગાળી કરી યુવતીને લાફા મારી દીધાં હતાં. એક શખ્સ ડિસમિસ લાવી યુવતીને મારવા જતા હાથ આડો કરતા તે બચી ગઈ હતી. યુવતીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી ત્રણેય શખ્સ નાસી ગયા હતા. યુવતીએ રિક્ષાનો નંબર નોંધી લીધો હતો અને બાદમાં તેના પિતાને જાણ કરી હતી. યુવતી અને તેના પિતા ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા હતા અને રિક્ષાનો નંબર આપતા પોલીસે સાબરમતી બેરોનેટ કોમ્પ્લેક્સ પાસેથી કાળુ પટણી નામના રિક્ષાચાલકની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here