પુણે : રિક્ષાવાળો BMW કાર પર પેશાબ કરી રહ્યો હતો, સિક્યોરિટી ગાર્ડે રોક્યો તો તેના પર પેટ્રોલ નાંખીને સળગાવ્યો

0
7

પુણેથી નજીક પિંપરી ચિંચવડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઓટો ડ્રાઈવરને પેશાબ કરવાથી રોકવાનું સિક્યોરિટી ગાર્ડને ભારે પડ્યું છે. ઓટો ડ્રાઈવરે ગાર્ડ પર પેટ્રોલ નાંખીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. આરોપી ઓટો ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ઓટો ડ્રાઈવર એક પ્રાઈવેટ કંપનીના ડાયરેક્ટરની કાર પર પેશાબ કરી રહ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે ઓળખ શંકર ભગવાન વાઈકર (41) તરીકે થઈ છે. તે 30% જેટલો દાજી ગયો છે. હાલ તેની સારવાર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે. આરોપી ઓટો ચાલકની ઓળખ મહેન્દ્ર બાલૂ કદમ (31) તરીકે થઈ છે.

આવી રીતે ઘટી ઘટના

ઘટનાની એક CCTV ફુટેજ સામે આવી છે, જેમાં આરોપી ગાર્ડને સળગાવ્યા બાદ ભાગતો નજરે પડે છે. દાજી ગયા બાદ ગાર્ડ ભાગીને રસ્તા નજીક નાળામાં કૂદી ગયો અને તેનો જીવ બચી ગયો. પિંપરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારે આરોપ રિક્ષા ચાલક મહેન્દ્ર કંપનીના ગેટ પાસે ઊભેલી BMW કાર પર પેશાબ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં હાજર ગાર્ડે તેને રોકતા આરોપીએ તેની સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. ગાળાગાળી કર્યા બાદ ઓટો ડ્રાઈવર ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ થોડા કલાક બાદ તે પેટ્રોલ ભરેલા કેનની સાથે ફરી ત્યાં આવ્યો અને ગાર્ડ પર રેડીને તેને આગ લગાડી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here