દહેગામ : ખાધતેલો, કઠોળ અને શાકભાજીના ભાવમાં ઉછાળો, ગરીબવર્ગની વધી મુશ્કેલી

0
7

 

તહેવારોના સમયે જ શાકભાજી કઠોળ અને ખાદ્યતેલ ના ભાવમાં વધારો.
સરકાર તહેવારોના સમયે ભાવ વધારાને અંકુશમાં લાવી ન શકી.
તહેવારોમાં વધેલા ભાવ વધારાથી ગરીબ પરિવાર માટે મુશ્કેલીઓ.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 70% ઉપર ગ્રામ્ય જનતા ખેતી ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. ત્યારે આ વર્ષે છઠ્ઠ, સાતમ, આઠમના તહેવારોમાં કઠોળ શાકભાજી તેમજ ખાદ્યતેલ ના ભાવ વધી જતા ગરીબ પરિવાર માટે પરિસ્થિતિ કફોડી બની જાય તેવું દેખાઈ રહ્યું છે. લોકડાઉન બાદ બેરોજગારી મોંઘવારી એ માઝા મુકી દેતા ગરીબ અને મધ્યમવર્ગને ચૂલો સળગાવો મોંઘુ પડી ગયેલ છે. કારણકે ગયા વર્ષ કરતાં સીંગતેલમાં ૩૦૦નો વધારો કપાસિયાતેલમાં વધારો પામોલીન તેલમાં 320 નો વધારો અને શાકભાજી અને કઠોળના ભાવમાં 5 થી ૧૦ ટકાનો વધારો અને ખાંડના ભાવમાં ત્રણ થી ચાર રૂપિયાનો વધારો થવા પામ્યો છે. તહેવારોમાં તમામ વસ્તુઓના ભાવ વધારાથી ગરીબ પરિવારોની કફોડી પરિસ્થિતિ બની જાય તેવું દેખાઇ રહ્યું છે.

બાઈટ : નરેન્દ્ર પટેલ. કરિયાણાના વેપારી, દહેગામ

 

બીજી બાજુ દહેગામ તાલુકામાં ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય ખેડૂતો પાસે હાલમાં કોઈ આવકનું સાધન નથી તેથી જેમ તેમ રીતે ઘર ચલાવવું પડે છે. દહેગામ શહેર માં લીલા ધાણા ૩૦ રૂપિયે કિલો મળતા હતા અને આજે 200 રૂપિયા કિલો. શાકમાર્કેટમાં વેચાય છે. લીલા મરચાં આદુનો ભાવ પણ વધી જવા પામ્યો છે. આમ દહેગામ તાલુકામાં તહેવારોમાં જ સરકારે ભાવ ઉપર અંકુશ ન લાવતા લોકો ને તહેવારોમાં જ મોંઘવારી દેખાઈ રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર