સાવધાન! વધુ પ્રમાણમાં સાફ-સફાઈનાં કારણે બાળકોમાં અસ્થમાનો ખતરો વધી રહ્યો છે

0
12

ઘરની વધુ પ્રમાણમાં સાફ-સફાઈ કરવાથી બાળકોમાં અસ્થમાંની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઘરની સાફ-સફાઈમાં ઉપયોગ કરવામાં આવતા ઉત્પાદકો, રસાયણો અને દવાઓનાં કારણે બાળકોમાં અસ્થામાં અંશ જોવા મળી રહ્યા છે.

વધી રહ્યો છે અસ્થમાનો ખતરો

2000 નવજાત શિશું અને બાળકો પર કરવામાં આવેલા રિસર્ચ પર એ તારણ આવ્યું કે જે બાળકોનાં માતા-પિતાનાં ઘરમાં સતત ડિશવોશ, ડિટર્જન્ટ, કપડાધોવાનો પાવડર, અને જમીન સાફ સફાઈ કરવા માટે રસાયણોનો વપરાશ કરે છે, તો તેમનાં ત્રણ વર્ષનાં બાળકોમાં અસ્થમાનો ખતરો 37 ટકા સુધી ખતરો વધી જાય છે. ઉલ્લેખનીય છે કે શોધકર્તાની રિપોર્ટ અનુસાર સાફ-સફાઈ માં ઉપયોગ કરવાવાળા કેમિકલ્સનાં સંપર્ક માં રહેવાવાળા બાળકોની શ્વાસની નળીને નુકશાન પહોંચે છે, તેના કારમે શ્વસનંત્રમાં સૂજન ઉત્પન્ન કરવાવાળી પ્રતિક્રિયા ઝડપથી સક્રિય થઈ જાય છે.

ઘરની અંદર પણ થઈ રહ્યુ છે પ્રદૂષણ

વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી લોકોને બહારનાં વાયુ પ્રદૂષણથી બચવાની સલાહ આપી છે. આ પ્રદુષણ કારો અને ઉદ્યોગોનાં કારણે પણ સર્જાઈ રહ્યો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઘરની અંદર સર્જાઈ રહેલા પ્રદૂષણથી પણ ચિંતિત છે. જેમાં સફાઈવાળા ઉત્પાદકોમાં હાજર કેમિકલ્સ હવામાં ભળીને ઘરનાં વાતાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here