Friday, March 29, 2024
Homeરિસર્ચ : દિવસમાં 6 વખત સાબુથી હાથ ધોવાથી અને સતત માસ્ક પહેરવાથી...
Array

રિસર્ચ : દિવસમાં 6 વખત સાબુથી હાથ ધોવાથી અને સતત માસ્ક પહેરવાથી કોરોનાવાઈરસનાં જોખમને 90% ઘટાડી શકાય છે

- Advertisement -

કોરોનાવાઈરસના કેહર વચ્ચે હાલ તો તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. WHO દ્વારા સતત હાથ ધોવા માટે અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેનાથી વાઈરસનું જોખમ ઘટે છે. જુદાં જુદાં રિસર્ચમાં પુરવાર થયું છે કે દિવસમાં 6 વખત સાબુથી હાથ ધોવાથી અને સતત માસ્ક પહેરવાથી કોરોનાવાઈરસનાં જોખમને ઘટાડી શકાય છે. માસ્ક લગાવવાથી ડ્રોપલેટ્સ (છીંક ઉધરસ દરમિયાન હવામાં ફેલાતાં સુક્ષ્મ કણો)થી ફેલાતા સંક્રમણને રોકી શકાય છે.

રિસર્ચ

ઈંગ્લેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા માસ્ક અને કોરોનાવાઈરસના જોખમ વચ્ચેનો રેશિયો સમજવા માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 7 પ્રકારના માસ્ક પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમં મેડિકલ અને હોમમેડ માસ્ક પણ સામેલ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ માસ્ક પણ  વાઈરસ સામે રક્ષણ આપે છે. રિસર્ચમાં સામેલ ડો. ફેલિસિટી મેહનઉલના જણાવ્યા અનુસાર, ઘરમાં બનાવેલા માસ્ક હોય કે પછી સર્જીકલ માસ્ક તમામ માસ્ક વાઈરસને રોકવામાં સફળ થાય છે.

ચહેરાં પર ચોતરફ માસ્ક લગાવવું આવશ્યક

સંશોધકોના જણાવ્યા અનુસાર, કેટલાક માસ્ક એવાં હોય છે જેને પહેરવાથી તેની કિનારીઓમાંથી હવા પસાર થાય છે. જ્યારે સર્જીકલ અને ટેસ્ટેડ હોમમેડ માસ્ક હવાને રોકે છે. માસ્ક જો ચારેબાજુથી હવા રોકે તો તે સુરક્ષિત છે.

CDCની અપીલ

અમેરિકાના CDC (સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ)એ પણ અપીલ કરી છે કે  કપડાં અને ફેબ્રિકથી બનાવેલા માસ્ક પહેરી શકાય છે. તેમને ઘરે પણ બનાવી શકાય છે. સામાન્ય માણસોએ મેડિકલ માસ્ક ન પહેરવાં જોઈએ, પહેલાંથી જ તેમની સંખ્યા ઓછી છે. મેડિકલ સ્ટાફને તેની જરૂરિયાત વધારે છે.

દિવસમાં સતત હાથ ધોવાથી પણ વાઈરસનું જોખમ ઘટે છે

  • યુનિવર્સિટી કોલેજ લંડનના એક રિસર્ચ મુજબ ઓછામાં ઓછાં 6 વખત અને 10થી વધારે વાર સાબુથી હાથ ધોવાથી વાઈરસનું જોખમ ઘટે છે. વર્ષ 2006થી 2009માં ફેલાયેલી એક બીમારી વખતે આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.
  • રિસર્ચમાં 1600થી વધારે લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોરોના સમૂહના તમામ વાઈરસ એક જ પ્રકારના છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી વારંવાર હાથ ધોવાથી વાઈરસનાં જોખમને ઘટાડી શકાય છે. રિસર્ચ મુજબ ઓછાંમાં ઓછાં 6 વાર સાબુ વડે હાથ ધોવાથી વાઈરસનું જોખમ ઘટી ત્રીજા ભાગનું થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular