શિફ્ટમાં નોકરી કરતાં લોકો પર હાર્ટએટેકનું જોખમ વધારે

0
10

નવી દિલ્હી, 7 માર્ચ 2020, શનિવાર

જે લોકોના સુવાનો સમય અનિયમિત હોય અને જે અલગ અલગ શિફ્ટમાં કામ કરતાં હોય છે તેમના પર હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ તારણ તાજેતરમાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે 45 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો જે રોજ અલગ અલગ સમયે સૂવે છે તેને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

સૂવાની પેટર્ન એક સરખી હોવી જરૂરી

શોધ અનુસાર નિયમિત રીતે એક જ સમયે સૂતા લોકોનો બચાવ હાર્ટ એટેકથી થઈ જાય છે. શારીરિક ગતિવિધિ અને સ્વસ્થ્ય આહાર સાથે નિયમિત જીવનશૈલીથી જીવતા લોકો નિયમિત અને પ્રમાણસર ઊંઘ લેતા હોય છે. આ તારણ પાંચ વર્ષની શોધ પછી રજૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાંતો જણાવે છે કે એક સરખી ઊંઘ અને સમયસર ઊંઘ કરવાથી અનેક રોગ દૂર થાય છે. આ સંશોધનમાં શોધકર્તાઓએ 45થી 84 વર્ષના પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કર્યો હતો. આ લોકોના કાંડા પર એક ઉપકરણ લગાડવામાં આવ્યું હતું જે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતું હતું. પાંચ વર્ષ દરમિયાન 111 લોકોનું મોત સ્ટ્રોક, હાર્ટ એટેકના કારણે થયું હતું. આ લોકોની ઊંઘ અનિયમિત અને અપુરતી હતી.

આ પહેલા થયેલી એક શોધમાં ઊંઘને રોગ સબંધી અસામાન્યતાઓ સાથે જોડવામાં આવી હતી. જેમકે બ્લડ શુગર લેવલમાં પરીવર્તન, સોજા વગેરે. અનિયમિત ઊંઘને સ્થૂળતા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સાથે પણ જોડવામાં આવી હતી. આ શોધમાં એમ પણ જાણવા મળ્યું છે કે 50 ટકા લોકો ઊંઘની ખામી અને અનિંદ્રાથી પીડિત થે. જ્યારે 30 લાખ લોકો રાત્રે શિફ્ટમાં કામ કરે છે જેથી તેમની ઊંઘનો સમય અનિયમિત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here