ગુજરાતમાં નર્મદા ડેમ ૧૩૩ ફૂટની સપાટીએ, ભરૂચ ગોલ્ડન બ્રીજ નજીક નદી ભયજનક સપાટીએ

0
68

ગુજરાતમા સરદાર સરોવરમા સતત વધી રહેલી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી ૧૩૩.૯૬ મીટર સુધી પહોંચી છે. જેમા હાલમા ૫,૫૫,૪૭૮ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલીને ૪,૩૩,૦૦૦ કયુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. જેના લીધે ભરૂચ નજીક ગોલ્ડન બ્રીજ સપાટીએ પહોંચતા તંત્રને એલર્ટ કરવામા આવ્યું છે. તેમજ પાણીનો પ્રવાહ હજુ વધવાના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ સુચના આપવામા આવી છે.

ભરુચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ ૨૫.૫૦ ફૂટે પહોંચ્યું છે. તેથી નદીકિનારે વસતા લોકોને તાત્કાલિક ખસી જવા માટે તાકીદ કરવામા આવી છે. આ ઉપરાંત જીલ્લા કલેકટર દ્વારા અનેક સ્થળોએ રાહત કેમ્પની પણ શરૂઆત કરી દેવામા આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમા વધી રહેલા પાણીના પ્રવાહના લીધે નદીના કાંઠા વિસ્તારના ૪૦ થી વધુ ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે.તેમજ

ગુજરાતમા હાલ ગઈકાલથી અપર એર સાયક્લોનિક સરકયુલેશનના લીધે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા વરસાદ પડી રહ્યો છે. તેમજ ઉપરવાસમા પડેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી છે .જેના લીધે તાપી નદીના પણ પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉકાઈ ડેમમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ૧૦થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા છે.

જયારે છોટાઉદેપુર જિલ્લામા ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા કવાંટમાં ૪.૫ ઇંચ વરસાદ, પાવી જેતપુરમાં ૪ ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમા ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાવવાની શરૂઆત થઈ છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા પણ તાકીદ કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here