દહેગામ : હરસોલીથી કડાદરા જવાના મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જતા રસ્તો બંધ

0
72

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા છેલ્લા બે દિવસમા સવાત્રણ ઇંચ વરસાદ નોધાયો છે અને વરસાદ સતત વાવાઝોડા સાથે ચાલુ રહેતા તાલુકાના કેટલાય ગામનો મુખ્ય માર્ગો ઉપર ઝાડ પડી જતા  લાંબા સમય સુધી લોકો પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. હરસોલી થી કડાદરા જવાનો મુખ્ય માર્ગ મા તોતીંગ ઝાડ તુટી પડતા રસ્તો સદંતર બંધ થઈ જવા પામ્યો છે. જ્યારે બહીયલ ગામમા જ ૨૦૦ વર્ષ પુરાણુ વડનુ ઝાડ ધરાશયી થઈ જતા આ મુખ્ય માર્ગ બંધ થઈ જતા સરપંચ દ્વારા આ વડના ઝાડને કપાવવા માટે લોકોને કામે લગાડી દીધા છે.

 

 

અને આ ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકોના ટોળે ટોળા નજરે પડી રહ્યા છે. અને દહેગામ તાલુકામા ઘમીજથી બહીયલ જવાનો મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળતા હતા. અને બહીયલ વિસ્તારમા વધુ વરસાદ પડતા ખેતરમા વાવેલા પાકોમા પાણી ભરાઈ જતા ખેડુતોમા ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. આમ દહેગામ તાલુકાના બહીયલ ગામે જુનુ અને પુરાણુ વડનુ ઝાડ પડી જવાથી આ ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામા જોવા મળતા હતા. આમ દહેગામ તાલુકામા છેલ્લા બે દિવસથી વરસાદ સતત ચાલુ રહેતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદી માહોલ વધી જવા પામ્યો છે.

બાઈટ : કાલુભાઈ સરપંચ, બહીયલ

 

 

  • હરસોલીથી કડાદરા જવાના મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જતા રસ્તો બંધ
  • દહેગામ તાલુકાના બહિયલ ગામના મુખ્ય માર્ગ ઉપર ૨૦૦ વર્ષ જુનો વડ પડી જતા આ મુખ્ય માર્ગ બંધ થતા લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here