નવસારીઃ 3 રાઉન્ડ ફાયરિંગ કરી કાર લઈ ફરાર થયા લૂંટારૂઓ

0
5

નવસારી જિલ્લાના વાંસદાના વિસ-ગુલીયા ગામ નજીક લુંટારૂઓએ કાર ચાલક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી કાર પડાવી ભાગી છુટયાં હતાં.

ઇજાગ્રસ્ત બનેલા કાર ચાલકને સારવાર અર્થે વલસાડની હોસ્પીટલમાં દાખલ કરાયા છે. વાંસદા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ કાર મહારાષ્ટ્રના વની નજીક બિનવારસી હાલતમાં મળી આવી છે. જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

આ કેસમાં આરોપી સુધી પહોચવા માટે પોલીસ એફ.એસ.એલ. ની મદદ લેશે. આ બનાવની વધુ તપાસ કરવા માટે નવસારી પોલીસની એક ટીમ વની જવા રવાના થઇ છે.C