Friday, December 3, 2021
Homeરાજકોટ : ગોંડલનાં કોલીથડમાં ભૂકંપના આંચકાથી હાઈસ્કૂલની છત ધરાશાયી, દાળીયામાં મકાનની દીવાલોમાં...
Array

રાજકોટ : ગોંડલનાં કોલીથડમાં ભૂકંપના આંચકાથી હાઈસ્કૂલની છત ધરાશાયી, દાળીયામાં મકાનની દીવાલોમાં તીરાડો પડી

રાજકોટ. આજે વહેલી સવારે રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાયા છે. ત્યારે ગોંડલનાં કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. બીજી તરફ દાળીયામાં ભૂકંપના કારણે મકાનની દીવાલોમાં તીરોડો પડી ગઈ હતી. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી

ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે 7.39એ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ગોંડલના કોલીથડ ગામની જી.બી.કોટક હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી જાનહાનિ થઈ નથી.હાઈસ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે શાળાનો જે સ્ટોર રૂમ છે તેની છત ધરાશાયી થઈ છે. આ રૂમમાં વધારાનો સામાન રાખવામાં આવતો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. બીજી તરફ દાળીયા ગામે ભૂકંપના આંચકાથી દીવાલોમાં તીરાડો પડી ગઈ હતી અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં.

ગોંડલમાં ભૂકંપનો તીવ્ર આંચકો 

સવારે 7:39 કલાકે ગોંડલમાં તીવ્ર માત્રા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સવારે સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં તથાં અન્ય સ્થળે વોકિંગ કરી રહેલા લોકોએ પણ તીવ્ર આંચકો અનુભવ્યો હતો. સંગ્રામસિંહજી હાઇસ્કૂલનો ટાવર પણ ધ્રુજી ઉઠ્યાંનું વોકિંગ કરી રહેલાં રણવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments