ઉતરાયણના તહેવાર પહેલા જ દોરી જીવલેણ બની, રાજકોટમાં નાનામવા રોડ પર બાઈકચાલકનાં ગળામાં દોરી ફસાતા મોત થયું, 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

0
0

મૃતક વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા
  • ગઈકાલે સાંજે એક્ટીવા પર જઈ રહેલા યુવકના ગળામાં દોરી ફસાતા મોત

ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે. રાજકોટમાં નાનામવા રોડ પર એક્ટીવાચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પણ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે એક્ટીવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો
મળતી માહિતી અનુસાર શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઉતરી ગઈ હતી.

8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી. જેથી બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતાં. જો કે કારીગરને નજીવી ઇજા થઇ હતી અને વિપુલને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. વિપુલભાઈ બે ભાઈઓમાં નાના હતાં. વિપુલના મોતથી 8 વર્ષની દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here