અમદાવાદમાં પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી, RTOમા એક વ્યક્તિ સાથે કરી મારામારી

0
30

ગુજરાતમાં ભાજપની સરકાર છે. પ્રજાએ જે નેતાઓને પોતાના વિસ્તારના વિકાસના કામ માટે ચૂંટીને વિધાનસભા કે, મહાનગરપાલિકાઓમાં મોકલ્યા છે, તે નેતાઓ સત્તા આવી ગયા પછી જનતા સામે જ રોફ બતાવે છે. કેટલાક કોર્પોરેટરો લાંચની માંગણી કરે છે, તો કેટલાક ધારાસભ્યો દ્વારા મહિલાઓને જાહેરમાં માર મારે છે અને પછી બહેન બનાવીને સમાધાન કરી લે છે.

ધારાસભ્યો તો ઠીક પરંતુ હવે પૂર્વ ધારાસભ્યોના પુત્રો પણ લોકોની સાથે દાદાગીરી કરતા થઈ ગયા છે. પિતાને રાજકીય પક્ષ પાસેથી મળેલા પાવરનો ઉપયોગ લોકોને ધમકાવવા માટે અને દાદાગીરી કરવામાં માટે કરી રહ્યા છે. આ પ્રકારનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્યના પુત્રએ સુભાષબ્રીઝ RTO કચેરીમાં વાહનમાં રેડીયમના પટ્ટાઓ લગાડવા બાબતે RTO કચેરીમાં એક વ્યક્તિ સાથે મારામારી કરીને RTOમાં કામ નહીં કરવા દેવાની ધમકી આપી હતી.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદની સુભાષબ્રીજ RTO કચેરીમાં કામ કરતા જગદીશ પરમાર વાહનોમાં રેડીયમના પટ્ટા લગાડવાનું કામ કરે છે. બે દિવસ પહેલા જ્યારે RTOમાં એક કાર પટ્ટા લગાડવા માટે આવી ત્યારે તે કારમાં પૂર્વ ધારાસભ્ય અમરીસ પટેલનો પુત્ર પ્રિયાંક રેડીયમના પટ્ટા લગાડવા લાગ્યો હતો. જેથી જગદીશ પરમારે પ્રિયાંકને કહ્યું હતું કે, આ ગાડીમાં પટ્ટા લગાડવા માટે મારી સાથે ભાવ નક્કી થયો છે. જગદીશ પરમારની આ વાત સાંભળીને પ્રિયાંક ગુસ્સે ભરાયો હતો અને કહ્યું હલકટ મને એજન્ટે ફોન કર્યો છે એટલે લગાવું છું. ત્યારબાદ પ્રિયાંકે જગદીશ પરમાર સાથે મારમારી કરીને તેમને જાતી વિષયક શબ્દો બોલ્યા હતા.

મારામારી દરમિયાન ઘાયલ થયેલા જગદીશ પરમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રિયાંક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જગદીશ પરમારે જણાવ્યું હતું કે, પ્રિયાંક પટેલે 20 દિવસ પહેલા પણ ધમકી આપી હતી. હું તને કામ કરવા નહીં દઉં. હાલમાં અમારી સત્તાધારી ભાજપ સરકાર છે. હાલ સમગ્ર મામલે રાણીપ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here