મુંબઈ : માસ્ક ન પહેરનારની સામે BMCની કડક કાર્યવાહી : નિયમ તોડનારે રસ્તા પર મારવું પડ્યું ઝાડું.

0
8

BMCએ માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. BMCએ કહ્યું છે કે હવે કોઈ માસ્ક વગર પકડાશે તો તેણે રસ્તા ઉપર ઝાડું લગાવવું પડશે અને 200 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. મુંબઈમાં એપેડમિક એક્ટ લાગુ છે ત્યાં સુધી માસ્ક ફરજિયાત કરાયું છે.

BMCના અધિકારીઓએ અંધેરી-પશ્ચિમ, જુહૂ અને વર્સોવા વિસ્તારમાં માસ્ક ન પહેરનારા પાસે એક કલાક રસ્તા ઉપર ઝાડું લગાવડાવ્યું. કે-વેસ્ટ વોર્ડના મદદનીશ નિગમ કમિશનર વિશ્વાસ મોટેએ કહ્યું હતું કે માસ્ક ન પહેરવું, અધિકારીઓ સાથે દલીલ કરવા બદલ કે દંડ ભરવાનો ઈનકાર કરનારા લોકો પાસે ઝાડું લગાવડાવ્યું છે.

માસ્ક વગર સ્ટેશન કે ટ્રેનમાં આવવા બદલ દંડ

GRPને લોકલ ટ્રેન અને સ્ટેશનો પર માસ્ક ન પહેરનાર લોકોને દંડ ફટકારવાનો આદેશ અપાયો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર અભય યાવલકરે આ સંબંધમાં GRP કમિશનર રવીન્દ્ર સેનગાંવકરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી GRPને નિયમ તોડનારને દંડ ફટકારવાની મંજૂરી અપાય છે. એ કોરોના સંક્રમણને વધતું રોકવા માટે જરૂરી છે. પ્રવાસીઓ પ્રોટોકોલનું પાલન કરે એ જરૂરી છે.

મહારાષ્ટ્રમાં 16 લાખ 66 હજાર લોકો સંક્રમિત

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાઈરસના સંક્રમણના 5902 નવા કેસ નોંધાયા છે. હવે મહારાષ્ટ્રમાં કુલ કેસ 16 લાખ 66 હજાર 668 થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં 43 હજાર 710 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 14 લાખ 94 હજાર 809 લોકો સાજા થયા છે. હાલ 1 લાખ 27 હજાર 63 દર્દીની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં 2.55 લાખથી વધારે કેસ નોંધાયા છે. અહીં 10,229 લોકોએ જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here