Home ખેલ ‘નો બોલ’ માટેના નિયમો બદલાયા, જાણો શું છે નવો નિયમ

‘નો બોલ’ માટેના નિયમો બદલાયા, જાણો શું છે નવો નિયમ

0
19

ક્રિકેટ મેચમાં નો બોલ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ICC દ્વારા આ નવા નિયમની અમલવારીની જાણ કરવામાં આવી છે. આ નિયમ અમલમાં મુકી આઈસીસીને આશા છે કે તેનાથી નો બોલ પર સચોટ નિર્ણય લઈ શકાશે. આ નવા નિયમ સાથે નો બોલની એક ટ્રાયલ પણ કરવામાં આવી જેમાં સફળતા મળી છે.

નો બોલની નવી ટેકનીકનો ઉપયોગ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં કરવામાં આવશે. આ નવા નિયમ અનુસાર હવે અમ્પાયર દરેક બોલ પર બોલરનો ફ્રન્ટ ફૂટ ચેક કરશે અને નો બોલ અંગે ફિલ્ડ અમ્પાયરને જાણકારી આપશે. આ નિયમ બાદ હવે થર્ડ અમ્પાયર નો બોલ પર ફિલ્ડ અમ્પાયરની સલાહ વગર કોઈ નિર્ણય નહીં લઈ શકે. આઈસીસીએ આ નિયમ અમલમાં મુકવાની સાથે જણાવ્યું હતું કે આ ટેકનીકનો ઉપયોગ અન્ય 12 મેચ દરમિયાન કરવામાં આવ્યો છે જેમાં 13 બોલ નો બોલ પડ્યા હતા અને આ તમામના નિર્ણય સાચા લેવાયા હતા.

Live Scores Powered by Cn24news